બોડેલી : સીમલઘોડા નર્મદા કેનાલના ગેટ પાસે એક ટાટા નેનોમાંથી પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી બોડેલી પોલીસ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માનાઓની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લામાં પ્રોહી,જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા તથા દારૂબંધીનો કડક અમલ થાય તે માટે જિલ્લાના તમામ થાણાના અમલદારોને જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે છોટાઉદેપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.એચ સૂર્યવંશી તથા બોડેલી સર્કલ ઇન્સ્પેક્ટર એસ.બી.વસાવાના માર્ગદર્શનથી બોડેલી સબ ઇન્સ્પેક્ટર યુ.આર.ડામોરનાઓના અંગત બાતમીદાર ઘ્વારા બાતમી મળેલ કે બોડેલી પોલીસ સ્ટેશનના વિસ્તારના સીમલઘોડા નર્મદા કેનાલના ગેટ પાસે એક સફેદ રંગની ટાટા નેનો જેનો રજીસ્ટર નંબર GJ01KA6426 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ અને છૂટી બોટલો મળી કુલ કી.રૂ.૧,૯૯,૫૧૭ નો પ્રોહી મુદ્દામાલ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા નેનો ગાડી કી.રૂ.૧,૦૦,૦૦૦ નો મુદ્દામાલ મળી કુલ રૂ.૨,૯૯,૫૧૭ ના પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડેલ છે.આરોપીનું નામ,ઠામ પૂછતા આરોપી વડોદરા શહેરના આજવા રોડ પાસેના રહિમપાર્કમાં રહે છે જેનું નામ રઈશ અહેમદ હુસેનભાઇ વાણિયાવાલા જણાવ્યું હતું.પોલીસે પ્રોહી ના આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં બોડેલી સબ ઇન્સ્પેક્ટર  યુ.આર.ડામોર,એ.એસ.આઈ ભરતભાઈ પશવાભાઇ, આ.પો.કો રાજેશભાઈ ઠાકોરભાઈ,આ.પો.કો વિજયભાઈ મગનભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ સારી કામગીરી કરી હતી.(ફોટો વિગત): બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના સીમલઘોડા નમૅદા કેનાલ નજીક રૂ.૧૯૯૫૧૭ના પ્રોહિબિશનના દારુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here