દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના કુલ-૦૨ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા શ્રી રાજેન્દ્રસિહ ચુડાસમા સાહેબ પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના અને માર્ગદર્શન આપવામા આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એ.પટેલ એસ.ઓ.જી. શાખા પંચમહાલ ગોધરા નાઓને બાતમી હકીકત મળેલ કે…
(૧) દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૮૨૧૦૦૫૨૨૦૩૭૨/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૧૧૬બી મુજબ આરોપી અશ્વીન ઉર્ફે બેટરી જેસીંગભાઇ કોળી (પટેલ) દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૮૨૧૦૦૫૨૩૦૦૦૪/૨૦૨૩ પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના અલગ અલગ કુલ-૦૨ ગુન્હાઓના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી અશ્વીન ઉર્ફે બેટરી જેસીંગભાઈ જાતે કોળી (પટેલ) રહે.ભથવાડા તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાનો હાલ ગોધરા તાલુકાના ભામૈયા ચોકડી પાસે હાજર છે તેવી બાતમી મળતા એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસોને સદર બાતમી હકીકતથી વાકેફ કરતા તેઓએ સદર બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી હાજર મળી આવેલ હોય તેને પકડી લઇ હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગોધરા તાલુકા સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here