જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત ભાઈ પટેલ પરિવાર દ્વારા મહેતા દંપતીનું સન્માન કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ વિધાનસભાના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા અને તેઓના ધર્મપત્ની મીનાબેન મહેતાનો ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના કારોબારી સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલના પરિવાર દ્વારા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ડભોઇ વિધાનસભાના લોકપ્રિય અને લોક લાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને તેઓના ધર્મ પત્ની મીનાબેન મહેતાને ડભોઇ તાલુકાના ભાજપના અગ્રણી નેતા અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ અને તેઓને ધર્મપત્ની દામીની બેન પુત્ર કિતનભાઈ અને પુત્ર વધુ દ્વારા કુલહાર પહેરાવી સાલ ઓઢાડી તેમજ લક્ષ્મી માતાજીની છબી વાળી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને શશીકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉની ટ્રમ અને બીજી ટ્રમમાં ધારાસભ્ય તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ માથી વિકાસના કામો સાથે સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુ રૂપ ભૂમિકા ભજવી પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત દિવસ પ્રશ્નો નિરાકરણ લાવતા સુધી સતત જાગૃત રહેતા અને લોક સેવા એ જ પ્રભુ સેવાના ભગીરથ કાર્ય અને આગળ વધાવતા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને તેઓના ધર્મ પત્નીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે કે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા એ જણાવ્યું હતું કે પ્રજાએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમોને જંગી બહુમતીથી જીતાડ્યા છે પ્રજાએ તેમની ફરજ પૂર્ણ કરી છે અને હવે આમાં પણ દરેક કામોમાં વિકાસ કામો કરીને અમારી ફરજ પૂર્ણ કરીશું કેન્દ્રમાં નરેન્દ્ર ભાઈ મોદી અને રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલ ની ડબલ એન્જિન વાળી સરકાર છે ત્યારે ડભોઇ વિધાનસભા મત ક્ષેત્રમાં વિકાસના કામો અવિરતપણે ચાલુ રહેશે અને સન્માન કર્યું તે બદલ શશીકાંતભાઈ પટેલ પરિવારનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here