પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા 1 લી સપ્ટેમ્બરથી 30 મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને તમામ શાખા અધિકારીઓને પોષણ શપથ અને પોષણ માહ અંગેની ચર્ચા કરવામાં આવી

પંચમહાલ જીલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ,ભારત સરકાર દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.જેના ભાગરૂપે પંચમહાલ ખાતે આઈ.સી.ડી.એસ.શાખા જિલ્લા પંચાયત દ્વારા 1 લી સપ્ટેમ્બરથી 30 મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણી કરવામાં આવનાર છે. પોષણ માસ અંતર્ગત માન.જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને તમામ શાખા અધિકારીઓને પોષણ શપથ અને પોષણ માહ અંગેની ચર્ચા કરવામાં આવી તેમજ પંચમહાલ જિલ્લાની 2000 આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સપથ લઈ પોષણ માસ ની શરૂઆત કરવામાં આવી છે. આ માસ દરમિયાન આઈ. સી.ડી.એસ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. જેમાં ન્યુટ્રી ગાર્ડન વિકસાવવા પર ભાર મૂકવામાં આવેલો છે. માનરેગા અને જી.એલ.પી.સી. ના સઘન સંકલન દ્વારા જિલ્લામાં 300 આંગણવાડી કેન્દ્રો ખાતે ન્યુટ્રી ગાર્ડન તૈયાર કરવામાં આવનાર છે.
પ્રથમ સપ્તાહમાં પોષણ વાટીકાના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્રો ,શાળાઓ, પંચયાત અને અન્ય જાહેર સ્થળોમાં વૃક્ષા રોપણ ની પ્રવૃતિ કરવી, બીજા સપ્તાહમાં પોષણ માટે યોગ અને આયુષ , ત્રીજા સપ્તાહમાં અતિ કૂપોષિત આંગણવાડી લાભર્થોમાં ન્યુટ્રીશન કીટનું વિતરણ, ચોથા સપ્તાહમાં જિલ્લામાં અતિ કૂપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન ખોરાક પૂરો પાડવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here