છોટાઉદેપુર જંગલની જમીન મેળવાળા માટેની દાવા અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા પ્રયોજના વહીવટદારને પત્ર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં જંગલની જમીન મેળવવા માટે દાવા અરજીઓનો તાત્કાલિક નિકાલ થતો ન હોય તેવી પ્રજાની ફરિયાદો ઉઠી છે જે અંગે દાવા અરજીઓનો નિકાલ કરવા છોટાઉદેપુરમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર ને લખી માંગ કરી છે સાથે સાથે આ અંગે જિલ્લા કલેકટર નાયબ કલેક્ટર અને નાયાબ વન સંરક્ષક ને પણ જાણ કરી છે
છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં જંગલની જમીન ખેડતા ખેડૂતોને વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જંગલની જમીન મેળવવા માટે દંડ ભરેલા ની પાવતીઓ આધારે દાવા અરજી ઓ દાખલ કરેલી છે આવી દાવા અરજીઓ પ્રાંત કક્ષા તથા જિલ્લા કક્ષાએ હાલ પડતર છે આ દાવા અરજીઓ ખૂબ મોટી સંખ્યામાં નિકાલ થયેલ છે પરંતુ ઘણા મોટા પ્રમાણમાં દાવા અરજીઓ આજે પણ પડતર છે તો આવા સદર દાવા અરજીઓ જે તે કક્ષાએથી વેળાસર કમિટીઓને બોલાવી તાત્કાલિક નિકાલ કરવા પ્રાયોજના વહીવટદારને લખેલ પત્રમાં ધારાસભ્ય એ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here