બોડેલી પોલીસે ઇકો કારમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપી પાડ્યો…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચનાથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી.જુગાર અને દારૂની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવી હતી જેના આધારે છોટાઉદેપુર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડના માર્ગદર્શન હેઠળ બોડેલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એ.એસ સરવૈયા સાથે અ .હે.કો.અમરતભાઈ રાયમલભાઈ,અ .પો.કો.રામદેવભાઈ રૂખડભાઈ,આ.પો.કો જયંતીભાઈ બન્દુભાઇ એ રીતેના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા સમય દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ઝાંખરપુરા ગામ પાસે નર્મદા કેનાલ રોડ પર એક સફેદ કલરની ઈક્કો ગાડી નંબર GJ06JQ 8826 માં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ ૧૮૯ મળી આવેલ જેની કિંમત રૂ.૯૪,૬૨૫ તેેેમજ ઇકો ગાડીની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળીને કુલ રૂ.૨,૪૪,૬૨૫ નો મુદ્દામાલ બોડેલી પોલીસે ઝડપી પાડી તપાસ અર્થે કબજે કરેલ છે છોટાઉદેપુર જિલ્લામાં નવા પોલીસ અધિક્ષકે ચાર્જ સંભાળતા જ અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here