રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર મુકામે આવેલ સંતશ્રી દાસીજીવણ સાહેબની પ્રાચીન જગ્યામાં કર્યક્રમ યોજાયો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર મુકામે આવેલ સંત શ્રી દાસીજીવણ સાહેબની પ્રાચીન જગ્યા કે જેના પરચાઓ અપરંપાર છે,દાસીજીવણ સાહેબનો જન્મ પણ આ જ ઘોઘાવદર ગામમાં થયેલો છે અને સમાધી પણ આ જગ્યામાં આવેલી છે,આ જગ્યામાં મંદિરમાં અખંડ જ્યોત અવિરતપણે સતત જલતી રહે છે તે દાસીજીવણ સાહેબનો પરચો જગવિખ્યાત છે અને સંત શ્રી દાસીજીવણ સાહેબની ફક્ત એક સોપારીની માનતા કરવાથી તમામ દુઃખ દર્દ દૂર થાય છે તેમજ આ જગ્યા પણ દેશ વિદેશમાં વિશ્વવિખ્યાત છે.હમણાં તાજેતરમાં જ આ જગ્યાના ગાદીપતિ શ્રી શામળદાસબાપુ એ રાજકોટ જિલ્લા અને તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચાનું ઘોઘાવદર દાસીજીવણ સાહેબના સાનિધ્યમાં સન્માનનો કાર્યક્રમ રાખેલ હતો,રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખશ્રી *મનોજ રાઠોડ*મહામંત્રીશ્રી *મહેશવાણિયાલાલજીભાઈ આઠુ તથા પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુકના પુત્ર શ્રી નૈમિષભાઇ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર શ્રી ગણેશભાઈ તથા રાજકોટ જિલ્લા અને જુદા જુદા તાલુકા ભા.જ.પ. અનુ.જાતિ મોરચાની ટીમના નવનિયુક્ત હોદેદારો તેમજ મંડલ ના હોદેદારો સૌ સાથે મળીને સંત શ્રી દાસીજીવણ સાહેબના દર્શન કરીને પરમ પૂજ્ય શ્રી શામળદાસ બાપુના આશીર્વાદ લઈને શ્રી શામળદાસબાપુએ તમામ હોદ્દેદારોનું શિલ્ડ આપીને ભવ્ય સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી શામળદાસબાપુએ શિલ્ડ આપીને ભવ્યથી અતિભવ્ય સન્માન કરવામાં આવેલ તેવાં હોદ્દેદારોમાં રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખશ્રી મનોજ રાઠોડ મહામંત્રી શ્રી મહેશ વાણિયા,લાલજીભાઈ આઠુ તથા સાંસદ પુત્ર શ્રી નૈમિષભાઇ, પૂર્વ ધારાસભ્ય પુત્ર શ્રી ગણેશભાઈ તથા રાજકોટ જિલ્લા અનુ.ભાજપ મોરચાના ઉપપ્રમુખ સર્વ શ્રી વજુભાઇ મકવાણા, મુકેશભાઈ રાઠોડ, અશોકભાઈ બથવાર,મંત્રી સર્વ શ્રી ત્રિલોકબાપુ,શ્રી કાનજીભાઈ પરમાર,શ્રી ભરતભાઈ લુણાસિયા,ગોંડલ નગરપાલિકાના પૂર્વ ચેરમેન શ્રી અનિલભાઈ માધડ,ગોંડલ તાલુકા પંચાયત ચેરમેન શ્રી બી.પી.સોલંકી,ગોંડલ તાલુકા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખશ્રી હરિભાઈ મયાત્રા,કોટડાસાંગાણી તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખુમાણ,મહામંત્રીશ્રી કાનજીભાઈ પરમાર, નરેન્દ્રભાઈ રાઠોડ, દેવકુભાઇ મકવાણા, જેન્તીભાઇ રાઠોડ, જેન્તીભાઇ પરમાર(વાડધરી), નારણભાઇ ખીમસુરીયા (મહીકા),કમાભાઈ (મહીકા),જીતુભાઇ વાઘ(મુંબઈ) સાહિતનાઓ હાજર રહ્યા હતા અને ઉપરોક્ત સૌ હોદ્દેદારોએ સંત શ્રી દાસીજીવણ સાહેબના અને ગાદીપતિ શ્રી શામળદાસબાપુના આશીર્વાદ લઈને બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો.
. આ તકે વિશેષ આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખશ્રી મનોજ રાઠોડે સંત શ્રી દાસીજીવણસાહેબની પ્રતિમા આગળ શીશ ઝૂકાવીને ગાદીપતિ શ્રી શામળદાસબાપુના આશીર્વાદ લઈને જણાવ્યું હતું કે આવી પવિત્ર જગ્યાના ગાદીપતિ શ્રી શામળદાસબાપુએ અમારું જે ભવ્યથી અતિભવ્ય શિલ્ડ અર્પણ કરીને સ્વાગત કર્યું તે માટે આજનો દિવસ અમારા માટે ખુબ જ પ્રસંસનીય અને યાદગાર બની રહેશે કારણ કે આ અમારૂ સૌભાગ્ય કહેવાય કે અમારૂ સ્વાગત આ પવિત્ર જગ્યાના ગાદીપતિ એવા શામળદાસબાપુએ કર્યું. આજનો દિવસ અમારા માટે જીવનભર યાદગાર બની રહેશે
રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here