કાલોલ તાલુકાના ગેંગડિયા ચોકડી પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મલાવ થી ગેંગડિયા જવાના રોડ ઉપર આપેશ્વર બસ સ્ટેન્ડ થી થોડે દૂર રોડ ઉપર એક બોલેરો પિકઅપ ડાલાનો ચાલક તેના કબજાનું પિક અપ ડાલું ગેંગડિયા ચોકડી તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી મોટરસાયકલને ટક્કર મારતા તાલુકાના ભૂખી ગામના ૩૮ વર્ષીય મહેન્દ્રસિંહ ઉર્ફે ભમો રામસિંહ જાદવ નું સારવાર દરમિયાન મોત.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના ભૂખી ગામે નિશાળ ફળિયામાં રહેતા ૩૮ વર્ષીય મહેન્દ્રસિંહ ઉર્ફે ભમો રામસિંહ જાદવ કંપની માથી છૂટીને પોતાની મોટરસાયકલ નંબર જીજે-૧૭-બીબી-૨૭૨૬ લઈને ઘરે આવતા હતા તે વખતે આશરે સવા આઠેક વાગ્યાના સુમારે મલાવ થી ગેંગડિયા જવાના રોડ ઉપર આપેશ્વર બસ સ્ટેન્ડ થી થોડે દૂર વળાંક વાળા રોડ ઉપર એક બોલેરો પિકઅપ ડાલાનો ચાલક તેના કબજાનું પિક અપ ડાલું એમ.પી-૧૩-ઝેડ.ડી.-૫૨૬૭ નંબર નું ગેંગડિયા ચોકડી તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી ટક્કર મારતા મહેન્દ્રસિંહ મોટરસાયકલ સાથે રોડની સાઇડમાં ફેકાઈ જતાં તેઓને બંને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ગંભીર હાલતમાં મહેન્દ્રસિંહને ૧૦૮ મારફતે મલાવ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો ત્યાં હાજર ડોક્ટરોએ તપાસ કરતાં શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે મરણ પામેલા જાહેર કરવામાં આવ્યો હતો જે અંગેની ફરિયાદ મરનારના ભાઇ વિજયસિંહ રામસિંહ જાદવ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here