રાજુલામાં ફ્રેન્ડસ ગૃપ દ્વારા ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

રાજુલા, હિરેન ચૌહાણ (બાબરા) :-

રાજુલા શહેરમાં ફ્રેન્ડસ ગૃપ દ્વારા ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે અને ૫ મે થીટુર્નામેન્ટ શરૂ કરવામાં આવશે અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧/૫/૨૦૨૨ સુધીમાં ફોર્મ સાથે એન્ટ્રી ફી ૨૫૦૦ સાથે આપવાની રહેશે અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાસિવાયના કોઇપણ ખેલાડી રમી નહિં શકે અને ચૂંટણી કાર્ડ ફરજિયાત આપવાનુંરહેશે અને તમામ મેચ રાઉન્ડ નેશનલ નિયમોના આધારે રમાડવામાં આવશે અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છતડીયા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મેચ રમાડવામાં આવશે અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવા માટે ફેન્ડસ ગૃપનો સંપર્ક કરવા માટે ૯૯૨૪૭ ૭૬૦૦૭ અનુરોધ કરાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here