બોડેલીના વિવિધ વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરના વિવિધ વિસ્તારમાં ભારતીય સંસ્કૃતિ મુજબ આખા દેશમાં ઉજવતા શ્રાવણ માસના પૂર્ણિમાના પવિત્ર બંધન એટલે રક્ષાબંધન પર્વ રક્ષાબંધનની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં ઉજવાતો આ રક્ષાબંધનનો પર્વનો તહેવાર આજે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી કવચ બાંધીને ભાઈનું લાંબુ આયુષ્ય માંગે છે આ રક્ષાબંધન પવિત્ર દિવસે બહેન ભાઈની આરતી ઉતારીને મોઢું મીઠું કરાવીને ભગવાન પાસે પ્રાર્થના કરે છે અને પોતાના વીરાની લાંબુ આયુષ્ય માંગે છે આ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર બોડેલી નગર તેમજ વિવિધ વિસ્તારમાં હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here