સરકારે પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ કરી, હવે હું નિશ્ચિત છું :- શ્રી અશોકભાઈ રોહિત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પાકું મકાન બન્યા બાદ હવે હું મારી દીકરીના ઉચ્ચ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકીશ – શ્રી અશોકભાઈ રોહિત ડૉ. આંબેડકર આવાસ યોજનાના રૂ. ૧.૨૦ લાખની સહાયથી બન્યું સપનાનું પાકું મકાન- શ્રી અશોકભાઈ રોહિત

સરકારની પ્રત્યેક મહત્વાકાંક્ષી યોજનાઓનું મહત્વ ખુબ છે, વિવિધ લાભાર્થીઓની જરૂરિયાતોને કેન્દ્રસ્થાને રાખીને સરકારે યોજનાઓ અમલી બનાવી છે.છોટાઉદેપુરના લોકોને સરકારીની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લેવાયા છે. વાત કરીએ કવાંટ તાલુકના પાનવડના રહેવાસી શ્રી અશોકભાઈ રોહિતની તો તેઓ સરકારની આવાસ યોજનાથી વિશેષ પ્રભાવિત થયા છે.
લાભાર્થીશ્રી અશોકભાઈ જણાવે છે કે, અમે નદી કાંઠે વસવાટ કરનારા લોકો છીએ. સરકારની ડૉ.આંબેડકર આવાસ યોજના થકી હું આજે મારાં પરિવાર સાથે સુરક્ષિત અને પાકા મકાનમાં રહું છું. સરકાર દ્વારા આપવામાં આવતી ડૉ.આંબેડકર આવાસ યોજના વિશે માહિતી મેળવી હતી. જિલ્લા સમાજકલ્યાણ વિભાગનો સંપર્ક સાધીને વધુ માહિતી મેળવીને ડોક્યુમેન્ટેશનની સંપૂર્ણ અને સરળ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ અમને આવાસ માટે મંજૂરી મળી હતી.
શ્રી અશોકભાઈ કહે છે કે, મારી દીકરી ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. સ્વાભાવિક છે કે અમને તેના ઉચ્ચ શિક્ષણની ચિંતા છે. તે માટે બચત ખૂબ જરૂરી છે. અમે પાકા મકાનનું સ્વપ્નને માંડી વાળ્યું હતું. પરંતુ સરકારની આ બહુમૂલ્ય આવાસ યોજનામાંથી અમને રૂ.૧.૨૦ લાખની સહાય મળતા અમારા પાકા મકાનનું સ્વપ્ન સાકાર થયું છે. આજે હું મારાં પરિવાર સાથે સુરક્ષીત પાકા મકાનમાં ખુશીથી રહું છું. ચોમાસામાં પણ હવે મને કોઈ તકલીફ નડતી નથી. વધુમાં તેઓ જણાવે છે કે, પાકુ મકાન તો બન્યું, હવે મને બીજી કોઈ ચિંતા નથી. હવે કમાવવાની તકો પણ ઝીલીશ અને મારી દીકરીના ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા પણ હવે નિશ્ચિત પણે કરી શકું છું. સરકારશ્રીએ જે રીતે અમારા જેવા અનેક ગરીબ પરિવારની ચિંતા કરી છે તે બદલ સરકારનો આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here