જેતપુર-પાવી તાલુકાના તાલુકા સેવાસદનની ચારે દિશા તરફના ૫૦૦ મીટર વિસ્તારમાં લાઉડસ્પીકર/ડી.જે. વગાડી શકાશે નહીં

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકાનું તાલુકા સેવાસદન રતનપુર ગામે આવેલું છે.
સેવાસદનમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, તાલુકા સિવિલ તેમજ ફોજદારી કાર્ટ વગેરે જેવી કોર્ટ કચેરીઓ આવેલી છે. આ કોર્ટ/કચેરીઓનો સરકારી કામકાજનો સમય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધીનો છે. આ સમયગાળા દરમિયાન જાહેરજનતા દ્વારા સામાજીક પ્રસંગ/લગ્નગાળા દરમિયાન તિવ્રતાથી લાઉડસ્પીકર સાથે ડી.જે. વગાડવામાં આવે છે. જેના લીધે
ધ્વનિ પ્રદૂષણ થવાથી તાલુકા સેવાસદન તથા આજુબાજુ આવેલ કોર્ટ/કચેરી ખાતે કામગીરી કરતા સ્ટાફને કામગીરી કરવામાં રૂકાવટ ઉભી થાય છે. તથા કામગીરીમાં ખલેલ પડે છે.
ઉપર્યુકત હકીકતને ધ્યાને લઇ છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે તેમને મળેલી સત્તાની રૂએ તા. ૧૮/૦૫/૨૦૨૩થી તા. ૧૭/૦૬/૨૦૨૩ સુધીના સમયગાળા (બંને દિવસ સહિત) કચેરી સમય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન જેતપુર-પાવી તાલુકાના રતનપુર ગામે આવેલા તાલુકા સેવાસદન ની નજીક ચારે દિશાના
૫૦૦ મીટર સુધીના વિસ્તારમાં લાઉડસ્પીકર/ડી.જે વગાડવા ઉપર સરકારી કામકાજના હિતમાં પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here