બોડેલીના બજારોમાં રક્ષાબંધનના પર્વને લઈ રાખડીઓની ખરીદી કરતા ગ્રાહકોની ભીડ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ના બજારોમાં રક્ષાબંધન પર્વે વિવિધ પ્રકારની રાખડીઓ માં ડાયમન્ડ ની રાખડી બહેનોની પ્રથમ પસંદગી બની રહી હોય એમ મોટાપાયે ખરીદી હાથ ધરાઈ હતી.
એક તરફ જયાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યારે ભાઈ પોતાની પૂરી જીંદગી બહેન ની રક્ષા કરવાનું વચન આપે છે તેવા રક્ષાબંધન પર્વને લઈ બોડેલી ના બજારોમાં રાખડીઓની ખરીદી ની ઘરાકી વર્તાઈ હતી.
આગામી સમયમાં આવી રહેલો પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈ બોડેલી નગરમાં રાખડી બજારોમાં બહેનો રાખડી ખરીદવા ઉમટી પડતાં મોટાપાયે ઘરાકી વર્તાઈ હતી. છેલ્લા બે દિવસ બોડેલી બજારમાં રાખડીઓ સહિત બીજી વિવિધ વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી અને ખાસ કરીને રક્ષણ બંધનના પર્વને લઈને રાખડી ખરીદવા માટે બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જેમ રક્ષાબંધન નો તહેવાર નજીક જોવા મળતા રાખડીની ઘરાકી ખુલતા વેપારીઓમાં ખુલતા ખુશી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here