મોડાસામાં માર્ગ ભૂલેલ પરપ્રાંતીય વૃદ્ધાને વન સ્ટોપ કેન્દ્ર પર પહોંચાડતા સામાજિક કાર્યકરો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બહાર ભૂલેલ સહાય પરપ્રાંતિય વૃદ્ધા કે જેને ગુજરાતી હિન્દી અંગ્રેજી જેવી કોઇ ભાષાને ખબર ના પડતી હોય દક્ષિણ ભારતની કોઈ રાજ્યની હોય તેવું વૃદ્ધાની ભાષાથી જણાતું હતું સામાજિક કાર્યકર નિલેશ જોશી દ્વારા દુભાષાઓ ની તપાસ કરાવી તેમની ભાષાની જાણકારી મેળવવાની કોશિશ કરી હતી વૃદ્ધા તેનું પોતાનું નામ વિજયા લક્ષ્મી તરીકે બતાવતી હતી અન્ય કોઈ વાત ની સમજ ના પડતા 181 પર કોલ કરી તેમની મદદથી તે વૃદ્ધાને વન સ્ટોપ સેન્ટર પર પહોંચતા કરવામાં આવ્યા વન સ્ટોપ સેન્ટર દ્વારા તેમની ડોક્ટરી તપાસ સાથે તેમના પરિવારની બાળ મેળવવાની કોશિશ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું જો પરિવારને જાણ ના થાય તો બાયડ ખાતે જય અંબે આશ્રમમાં વૃદ્ધાને નિરાશ્રી તરીકે ત્યાં રાખવાની સગવડ કરાશે તેવું જય અંબે આશ્રમના ટ્રસ્ટ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here