છોટાઉદેપુરના ઘેલવાટ ગામ પાસે છોટાઉદેપુર એલસીબીએ આઠ લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

વડોદરા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક આર વી અસારી તથા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઈ જી શેખનાઓએ દારૂબંધીના કડક કાયદાનો અમલ કરાવવા અને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ,હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી,તમામ શાખાઓના ઇન્ચાર્જને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ જે અન્વયે છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ ગાવિત સહીત એલસીબી પોલીસ સ્ટાફને સાથે રાખી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી બાતમી હકીકતના આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેલવાટ ગામે નાકાબંધી કરી આઇસર ટેમ્પામાં ચોરખાનું બનાવી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે આઇસર ટેમ્પો તથા ટેમ્પો ચાલકને કોર્ડન કરી પકડી પડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની પેટી નંગ ૧૭૬ કુલ બોટલ નંગ ૭૬૮૦ ની કુલ કિંમત ૮,૮૧,૭૬૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ આઇસર ટેમ્પો જેનો રજી નંબર GJ17XX2361 જેની કિંમત ૧૦,૦૦,૦૦૦,રોકડ રકમ ૩૨૦ રૂપિયા,મોબાઈલ નંગ ૧ જેની કિંમત ૫૦૦૦ મળી કુલ ૧૮,૮૭,૦૮૦ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પકડાયેલ ટેમ્પો ચાલકનું નામઠામ પૂછતા તેને જયેશભાઇ ઉર્ફે સંજયભાઈ ભુરાભાઇ સોલંકી ઉ.વર્ષ ૨૭,મૂળ રહે ટુવા ટીમ્બા,ગોધરા,પંચમહાલ હાલ રહે હાલોલ,સ્ટેટ બેન્કની પાછળ,હાલોલ,પંચમહાલ જણાવેલ છે.બાકી રહેતા બે ઈસમોને પકડી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે.એલસીબીએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here