ગોધરાના ફિરોઝખાન પઠાણ રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ કક્ષાએ એજ્યુક્લાઉડ લીડરશીપ એવોર્ડ – 2022 થી સન્માનિત કરાયા…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રાષ્ટ્રીય આચાર્ય દિવસ 2022 થીમ સાથે એડક્લુડ્સ એડક્લોડ્સ એજ્યુકેશન એક્સ્પો 2022 દ્વારા 21 મે ના રોજ *શારદા યુનિવર્સિટી, નોઈડા, ઉત્તર પ્રદેશ* ખાતે આયોજિત એડક્લોડ્સ એક્સ્પોમાં નેશનલ એવોર્ડ ઇન એજ્યુકેશન એજ્યુક્લાઉડ લીડરશીપ એવોર્ડ માટે ભારતના વિવિધ રાજયના આચાર્યોને વિવિધ વિષયો પર મંતવ્યો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફાઉન્ડર ડો સ્પર્શ ગર્ગ દ્વારા જાહેર કર્યું હતું કે *12 રાજયોના 3700 આચાર્યો* આ પ્રોજેક્ટમાં જોડાયા હતા. કુલ 100 જેટલા પોતાના શૈક્ષણિક કાર્યો અને પ્રેઝન્ટેશનમાં શ્રેષ્ઠ રહ્યા હતા, જેમાં ગુજરાતના ગોધરા નગરના નવરચના પ્રાથમિક શાળા ગોધરાના આચાર્ય ફિરોઝખાન પઠાણને શારદા યુનિવર્સિટી નોઈડા ઉત્તર પ્રદેશ ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે.

કાર્યક્રમમાં *મુખ્ય અતિથિઓમાં આદરણીય ન્યાયમૂર્તિ કે.જી.બાલકૃષ્ણન ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ,* ડો કવોન હીચૂન કોરિયા, ઇ. વિકાસ તોમર ફાઉન્ડર ટુ માર્સ દુબઈ, ડૉ. ચંદ્રશેખર એમ બિરાદર – સીઆઈએફઓઆર-આઈસીઆરએએફના કન્ટ્રી ડાયરેક્ટર,ડો.બી.રામાસ્વામી – નિષ્ણાત સમિતિના સભ્ય યુજીસી ઓફ ઇન્ડિયા, એમ, આર નારાયણન – પ્રેસિડેન્ટ – કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, નિવૃત્ત આઈપીએસ મહેશ સિંગલા – એનએચઆરસી: પૂજાબ, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢ, ડિસ્ટ્રીક્ટ જજ નોઈડાએ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે બેસ્ટ શિક્ષકના દસ જેટલા રાષ્ટ્રીય કક્ષાના સન્માન, સદભાવના એવોર્ડ, ગુજરાત રાજયના વાહન વ્યવહાર મંત્રીના હસ્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન શ્રી ખાન મેળવી ચૂક્યા છે. તેમના બે નાટકો અને બે નિબંધ રાજયકક્ષાએ જિલ્લાનું નેતૃત્વ કરેલ છે. શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં સતત બે વર્ષ રાજય કક્ષાએ રહેલ છે.તેઓ દ્વારા સાત પુસ્તકો લખેલ છે. ઘણા સમાચાર પત્રોમાં તેમના લેખની નોંધ લેવામાં આવી છે.

હાલ તેઓને આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન ગૃપમાં ઓનલાઈન પ્રવૃતિઓ માટે અને વીસ વર્ષ શૈક્ષણિક સેવા, સામાજિક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સામાજિક સંદેશ આપતા કોલમ માટે નોઈડા ખાતે સન્માન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી માસમાં પાઈ અને અભિમન્યુ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષકો સાથે ઓનલાઈન કાર્યક્રમમાં શિક્ષા રત્ન સન્માન 2022 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here