બાસ્કા ગ્રામ પંચાયત ખાતે આજ રોજ મેરી માટી મેરા દેશ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

હાલોલ તાલુકા ના બાસ્કા ગામ ખાતે આવેલી ગ્રામપંચાયત માં આજ તા:૧૧/૦૮/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ 11 કલાકે “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત પ્રોગ્રામ રાખવામાં આવેલ જે અંગે બાસ્કા પંચાયત કચેરી ખાતે સભા પણ યોજાઈ હતી જેમાં ગ્રામ પંચાયત,કાર્યકર્તાઓ, વર્તમાન સરપંચ,માજી સરપંચો તથા સભ્ય શ્રીઓ, બાસ્કા ના ગ્રામજનો તથા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
મેરી માટી મેરા દેશ અભિયાનની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે આ અભિયાન ની શરૂઆત ભારત છોડો અભિયાનની વર્ષગાંઠના દિવસે જ કરવામાં આવી છે મેરી માટી મેરા દેશ અંતર્ગત ભારતના અલગ અલગ રાજ્યોથી અલગ અલગ ગામોથી ૭૫ હજાર જેવા કળશોમાં માટી લાવવામાં આવશે આ માટીનો ઉપયોગ રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર બની અમૃતવાટિકાને વિકસાવવામાં માટે કરવામાં આવશે વધુમાં દિલ્હીમાં એક શીલા ફલકમ સ્થાપિત કરવામાં આવશે જેની ઉપર દેશના વીર શહીદો ના નામોને નામાંકિત કરવામાં આવશે ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે આપણા દેશના વીર શહીદોએ પોતાની જાન આ દેશ માટે કુરબાન કરી દીધી છે અને જેમાંથી કેટલાક સ્વતંત્રતા સેનાનીઓ કે જેઓ વિશે દેશના નાગરિકોને કાંઈ જ જાણકારી નથી કે જેવો દેશને આઝાદી અપાવવા માટે આ લડાઈમાં કુરબાન થઈ ગયા જેવોના આ પરાક્રમી બલિદાન વિશે લોકો અજાણ છે તો આ કાર્યક્રમના માધ્યમથી આવા તમામ સ્વતંત્રતા સેનાનીઓ વિશે લોકોને જણાવવામાં અને તેઓના પરાક્રમને દર્શાવવામાં આવશે સાથે સાથે તેઓના નામોને એક સ્મારક પર પ્રકાશિત પણ કરવામાં આવશે જે આ વીર શહીદો માટે એક સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.
ભારત આઝાદ થઈને 75 વર્ષ વીતી ગયા છે અને આઝાદીના 75 વર્ષના ઉપલક્ષીમાં પ્રધાનમંત્રીએ અમૃત મહોત્સવના સમાપન માટે આ કાર્યક્રમને શરૂ કરેલ છે જેને અનુલક્ષીને બાસ્કા ખાતે આવેલી ગ્રામ પંચાયતમાં પણ સરકારશ્રીના આદેશ મુજબ સહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું જેનું આજરોજ ઉદ્ઘાટન કરેલ અને સરપંચશ્રી તન્વીરજહા દ્વારા ઝંડો ફરકાવીને સલામી પણ આપવામાં આવી હતી તથા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here