નર્મદા જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમા બિન સરકારી સભ્યોની નિમણૂક કરતા કલેકટર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર નવ સભ્યોની નિયુક્તિ કરાય

જિલ્લામાં લઘુમતીઓની વસ્તી હોવા છતાં એક પણ લઘુમતી ની પોલીસ સલાહકાર સમિતિ માં નિમણૂક ન થતા લઘુમતી સમાજમાં અસંતોષ

રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર નર્મદા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા પોલીસ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં નવ બિનસરકારી સદસ્યોની નિયુક્તિ નર્મદા જિલ્લા કલેકટરે કરી હોવાનું જાણવા મળ્યું છે આ સમિતિમાં નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં લઘુમતી સમાજની વસ્તી હોવા છતાં એક પણ લઘુમતી સમાજના ઈસમને સદસ્ય તરીકે નિમણૂક ન કરતા લઘુમતી સમાજમાં ભારે અસંતોષ અને જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા માટેની પોલીસ સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી છે, અને આ માટેનો આદેશ નર્મદા કલેકટર કચેરી માંથી રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના અનુસાર કરવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં 9
સદસ્યો ની નિમણૂક કરવામાં આવી છે, જેમાં 1) અનિરુદ્ધસિંહ ગોહિલ રહેવાસી ગોપાલપરા તાલુકો નાદોદ 2) મનજીભાઈ વસાવા રહેવાસી. સાગબારા 3) જયેન્દ્રભાઈ પ્રજાપતિ રહેવાસી દેવલિયા 4) અશોક કાભાઈ તડવી રહેવાસી રાયપરા તાલુકો નાદોદ 5) હિતેશભાઈ દેવજીભાઈ વસાવા રહે .ડેડીયાપાડા 6) જયશ્રીબેન ધામેલ રહેવાસી કેવડિયા કોલોની 7) અનસુયાબેન ઘનશ્યામભાઈ પટેલ રહેવાસી ભદામ તાલુકો નાદોદ 8) નયનચંદ્ર ચંદુલાલ પુરોહિત રહેવાસી રાજપીપળા 9) ભુપેન્દ્રભાઈ અરુણભાઈ ભૈયા રહેવાસી રાજપીપળા ના ઓ નો સમાવેશ થાય છે.

ગૃહ વિભાગ હસ્તક ચાલતી પોલીસ સલાહકાર સમિતિ એ ખૂબ જ મહત્વની અને પોલીસ અને પ્રજા વચ્ચે વિવિઘ સમાજ વચ્ચે ભાઈચારો કોમી એખલાસ માટે ના સંદેશ ની આપ લે કરનાર અને સમાજ ના વૈમનસ્ય ને દુર કરવા માટે ની એક અતિ મહત્વની સમિતિ હોય ને આ સમિતિ માંથી લઘુમતી સમાજના પ્રતિનિધિત્વને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવતા નર્મદા જિલ્લામાં વસવાટ કરતા લઘુમતી સમાજમાં આ બાબતે ભારે રોષ ફેલાયેલો છે. આ મામલા ને ગંભીરતાથી લઈ નર્મદા જિલ્લા કલેકટર લઘુમતી સમાજના યોગ્ય વ્યક્તિને પોલીસ સલાહકાર સમિતિમાં સ્થાન આપે એ ખૂબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here