બાંગ્લાદેશી ઘુસણખોર યુવતીને પાલનપુર પાસેથી બનાસકાંઠા એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી રહેતા વિદેશી લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપવામાં આવેલ સૂચના અંતર્ગત બનાસકાંઠા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસ.ઓ.જી.ટીમે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી યુવતી વગર પાસપોર્ટ અને કોઈ પણ પ્રકારના વીઝા અને આધાર પુરાવા વગર અમદાવાદ તરફથી પાલનપુર આવી દિયોદર તરફ જવાની છે તેવી માહિતી આધારે એસ.ઓ.જી. ટીમ પાલનપુર એરોમા સર્કલ ઉપર વોચમાં હતી. દરમ્યાન હોટલ લાજવંતીની બાજુમાં હાઈવે રોડ ઉપર એક યુવતી શંકાસ્પદ જણાત‍ તેને એસ.ઓ.જી.કચેરી ખાતે લાવી સઘન પુછપરછ કરતા અને તેની પાસેના આધાર પુરાવા ચેક કરતા તે બાંગ્લાદેશમાથી એજન્ટોની મદદ લઈ ભારતમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી આવી હોવાનું અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં ભારતીય નાગરિક હોવાના ખોટા આધાર પુરાવા બનાવડાવી ભારતના અલગ અલગ રાજ્યમાં વસવાટ કરતી હોવાનું કબૂલતા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે તેની સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here