રાજપીપળાની બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરની અચાનક જ બદલી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

માત્ર છ મહિના નાજ ટુંકા ગાળાની ફરજ દરમ્યાન બદલી કરી દેવાતા બેંક ના ગ્રાહકો મા ભારે નારાજગી

કોરોના ની મહામારી દરમ્યાન બેંકના મોટાં પ્રમાણ મા આદિવાસી ગ્રાહકોને સુરક્ષા સાથે તમામ પ્રકારનો સહયોગ આપી રાજપીપળા મા ખુબજ નામનાં મેળવનાર બેંક મેનેજરની બદલી કેમ ??

રાજપીપળા ખાતે ની બેન્ક ઓફ ઈન્ડિયા ના મેનેજર ની અચાનક જ બદલી કરી દેવાતા બેંક ના ગ્રાહકો મા ભારે નારાજગી ફેલાયેલી જોવા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળા ખાતે ની બેંક ઓફ ઇન્ડિયા ના મેનેજર તરીકે ફરજ બજાવતા અભેસિંગ નાયર ની માત્ર છ મહિના નાજ ટુંકા ગાળાની ફરજ દરમ્યાન અન્યત્ર બદલી કરી દેવામાં આવી છે, આ બેંક અધિકારી એ બેંક મા મોટા ભાગના આદિવાસી ગ્રાહકોઅને ખાતેદારો હોય ને કોરોના કાળ દરમ્યાન તેમની ખાસ સ્વાસ્થય ની કાળજી માટે બેંક ભા તમામ પ્રકાર ની વયવસથા ગોઠવી હતી ગ્રાહકો ની સાથે પોતે સંપર્ક મા આવી કોઈ તકલીફ હોય તો તરતજ તેનુ નિરાકરણ લાવતા, જેથી કોરોના ની મહામારી દરમ્યાન પણ આ બેંક ના ગ્રાહકો બેંક મા જવા માટે ખચકાટ અનુભવતા નહોતાં.

ત્યારે રાજપીપળા ની ધણી બેંક મા કેટલાય વર્ષો થી મેનેજર ગોઠવાયેલા છે તેઓની બદલી ઓ થતી નથી ત્યારે અચાનક જ એક સારા બેંક મેનેજર ની અચાનક જ માત્ર છ મહિના ની નોકરી દરમ્યાન જ કેમ બદલી કરી દેવામાં આવી. આ મામલે બેંક ઓફ ઇન્ડિયા ના રિજીયોનલ મેનેજર આ બદલી ના ઓર્ડર ને કેન્સલ કરી રાજપીપળા ખાતે પુનઃ નિયુકત કરે એલી લોક માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here