કાલોલની એમ જી હાઈસ્કૂલનું ગૌરવ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા દ્વારા લેવાતી પરીક્ષામાં બીજો નંબર મેળવતી વિદ્યાર્થીની

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ગુજરાત વર્ચ્યુઅલ શાળા દ્વારા લેવાતી ઓનલાઇન પરીક્ષા માં કાલોલ ની ધી એમ જી એસ હાઈસ્કૂલ ના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની આસ્થા રાજેશકુમાર દરજી એ ફિઝિક્સ વિષયમાં ૫૦ માંથી ૫૦ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં બીજા સ્થાને તથા કેમેસ્ટ્રીમાં ૫૦ માંથી ૪૫ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં સાતમું સ્થાન મેળવી શાળાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરવા બદલ શાળા પરિવાર તેમજ કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા અભિનંદન પાઠવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here