બનાસકાંઠા : લાખણીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

આગથળા પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ

તાલુકા મથક લાખણી ખાતે ગંજીપાના આધારિત તીન પત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આગથળા પોલીસ સ્ટેશનના પી એસ આઈ,પી એન જાડેજા સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં આગથળા પોલીસ તેમજ એસ ઓ જી પોલીસમાં ફરજ બજાવતા પરસોત્તમભાઈને સાથે રાખી લાખણી ખાતે રેડ કરી હતી જેમાં તીન પત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રોકડ રકમ સાથે જડપાઈ ગયા હતાં.
પોલીસે રેડ દરમિયાન 15410 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી જુગાર રમતા જડપાયેલા ચાર ઈસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા લાખણી પંથકમાં જુગાર રમતા સકુનીયોમાં ફફડાટ ફેલાયો છે.

જુગાર રમતા પકડાયેલ ઈસમો

1) અરજણભાઈ પુંનમાજી વજીર,, લાખણી
2) ભોમાંજી બાવાજી ઠાકોર,, અસાસણ
3) જયંતીભાઈ છગનભાઈ પરમાર,,વાસણા
4) અલ્પેશજી અમરાભાઈ ઠાકોર,,લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here