બનાસકાંઠા : કબોઈથી સમો ગામના રસ્તાની કામગીરી પૂર્ણ થયા પહેલા જ પરિપૂર્ણતાના બોર્ડ લાગી ગયા…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ગુજરાત સરકારે ગામડા ના વિકાસ માટે એક ગામ થી બીજા ગામ ને જોડતા રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે પણ ક્યાંક વાડ જ ચિભડા ગળી જાય એવો ઘાટ સર્જાય છે વાત કબોઈ થી સમો ગામ ના રસ્તા ની કરવામાં આવે તો 16 km લાંબો રસ્તા માટે 7 કરોડ કરતા વધુ માતબર રકમ ફાળવવમાં આવી હતી અને કામ પૂર્ણ કરવાની તા17.3.2022 હતી કામ જે આર એ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની ને અપાયું હતું પણ ભગવાન જાણે હાલ રસ્તો બન્યો નથી પણ કામ પૂર્ણ થયા ના બોર્ડ લાગી ગયા છે સત્ય રિયાલિટી એ પણ છે કે આ રસ્તા નું કામ શરૂ જ નથી થયું ન ક્યાંક ખાડા પુરવામાં આવ્યા કે ન ડામરકામ થયું છતાં રસ્તો ની કામગીરી નિવિગતો સાથે નું બોર્ડ લાગી ગયું જો કંપની એ કામ બાબતે હાથ અધ્ધર કર્યા હોય તો તેની સામે કેવી કાર્યવાહી થશે કે પછી સંબંધો સાચવવા માટે ગમે ત્યારે મુદત બાદ પણ રસ્તો બનશે એવી કોઈ ગુપ્ત વાત થઈ હશે બાકી આ રસ્તો જેવો છે એવો જ દેખાઈ રહ્યો છે આજુ બાજુ ના ગામડા ના લોકો રસ્તા ને લઈ પરેશાની ભોગવી રહ્યા છે પણ ન કોંટકટર કે ન અધિકારીઓ ને દેખાઈ રહ્યું છે ભલ ભલા હાઇવે નું નિર્માણ સતત રીતે વેગવતું બની રહ્યું છે પણ આ નાનકડા રસ્તો બનાવતા કોંટકટર ને કદાચ ગરમી પણ લાગતી હશે એટલે તો સમય મર્યાદા માં કામ થતું નથી અગર સમય મર્યાદા વધારવામાં આવી હોય તો શોભા ના ગાંઠિયા સમાન બોર્ડ કેમ રાખ્યું હશે. નાના કોંટકટર હમેશા અનેક અધિકારી સાથે મિલીભગત રાખી ને ક્યાંક ગેરરીતિ તો ક્યાંક કામગીરી કાગળ પર કરતા હોય છે ત્યારે જનતા પીસાઈ રહી છે પણ કોણ કોને ઠપકો આપે કારણ કે આવ ભાઈ હરખા આપણે બન્ને સરખા જેવો ઘાટ છે ગેરરીતિ યા કામ માં બેદરકારી એ કોઈ કોંટકટર ની એકલી જવાબદારી નથી પણ ઉપરી અધિકારી ના આશીર્વાદ થકી હોય છે સરકાર કરોડો રૂપિયા ખર્ચી ને યોજના બનાવે છે પણ એ યોજના ઓફિસ કે મિલીભગત થી અરજદાર સુધી પહોંચે છે આવું જ આ રસ્તા માં થયા નો ગણગણાટ શરૂ થયો છે ગણતરી ના દિવસો માં રસ્તો પૂરો થઈ શકે એમ છે પણ ટકાવારી નક્કી ન થાય ત્યાં સુધી રસ્તો પણ કેમ થાય ત્યારે આવા અધિકારી અને કોંટકટર વિરુદ્ધ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે….સુ રસ્તો રિયલ માં થશે કે કાગળ પર થશે. ,? મિલી ભગત ન હોય તો અધિકારી કોંટકટર વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતા ? રસ્તા રીપેર માં સમય લાગે એમ હોય તો લગાવેલ બોર્ડ નો મતલબ સુ ? રસ્તો બનાવવા માં સુ ખૂટે છે ડામર પથ્થર કે કમિશન? મિલી ભગત થી અટવાયેલો કામના કારણે જનતા ની હાલાકી નું નુકશાન કોણ ભોગવશે…, ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here