પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

અંબાજી, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સ્ટોન આર્ટીઝન પાર્ક,૫૧ શક્તિપીઠ પરિસર,અને લાઇટ એન્ડ સાઉન્ડ શોની મુલાકાત લીધી.

શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ગુરૂવારે ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપતિ વ્યવસ્થાપન તથા રમત-ગમત રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર.કે.પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતું.
મંત્રીશ્રીએ અંબાજી ખાતેની મુલાકાત દરમિયાન સ્ટોન આર્ટીઝન પાર્ક ની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પાર્ક દ્વારા શિલ્પકળા અને પત્થરકળા ક્ષેત્રે રાજ્યમાં આ ઉધોગમાં રહેલી વિપુલ સંભાવનાઓ નો ઉપયોગ કરી આ મુલ્યવાન વારસાને આગળ ધપાવવા આરસ પત્થરોને કંડારવાની તાલીમ આપવામાં આવે છે . આ ઉપરાંત મંત્રીશ્રીએ અંબાજી ગબ્બર વિસ્તારમાં ભરથરી સમાજના ૩૩ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનતા મકાનોની મુલાકાત લીધી હતી.મંત્રીશ્રીએ ૫૧ શક્તિપીઠ પરિસર,અને અંબાજી ગબ્બર ખાતે તાજેતરમાં કાર્યરત થયેલ લાઇટ એન્ડ સાઉન્ડ શોની પણ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે શ્રી રૂપવંત સિંહ કમિશ્નરશ્રી જીયોલોજી એન્ડ માઇનીંગ,શ્રી વિણાબેન પઢિયાર નિયામક સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ,(સાપ્તી)તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા તેમજ સબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here