યાત્રાધામ અંબાજી મહામેલાની મહાતૈયારીઓ સાથે મહાપ્રસાદના 40 લાખ પેકેટ બનાવવાની કામગીરીનો પ્રારંભ…

અંબાજી, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ માં જગતજનની નું ધામ અંબાજી વિશ્વ ભર માં વિખ્યાત છે. અંબાજી માં માતાજી માં દર્શન કરવા હજારો ની સંખ્યા માં માઇભક્તો દર રોજ આવતા હોય છે. અંબાજી માં આવનાર 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ નો મહામેલો યોજનાર છે જેમાં લાખો ની સંખ્યા માં માઇભક્તો માં અંબા ના દર્શનાર્થે આવશે. ભાદરવી મહામેલા માં માઇભક્તો ને કોઈ પણ જાત ની મુશ્કિલી ના થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વૈયવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકાર ની સુવિધાઓ ઉભી કરવા માં આવી છે. મહામેલા માં મહાપ્રસાદ બનાવા ની કામગીરી શુરું કરી દેવાઈ છે.

આવનાર ભાદરવી પૂનમ મહામેલા દરમ્યાન લાખો ની સંખ્યા માં માઇભક્તો માતાજી ના દર્શનાથે આવી પ્રસાદ ( મોહનથાળ ) આશીર્વાદ સ્વરૂપ સાથે લઈ જતા હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ વતી મહામેલા દરમ્યાન કોઈપણ માઇભક્ત પ્રસાદ વગર ના જાય તે માટે 40 લાખ પ્રસાદ ના પેજેટ તૈયાર કરવાની કામગીરી શુરું કરી દેવાઈ છે. દેશી ધી માં નિમિત્ત પ્રસાદ ( મોહનથાળ ) બનાવા માં રાત દિવસ કામદારો શિફ્ટ પ્રમાણે પ્રસાદ બનાવી રયા છે.દર રોજ 35 હજાર કિલો પ્રસાદ બની ને તૈયાર થઈ રયો છે જે બીજા દિવસે પેકીંગ કરી મંદિર માં મુકવા માં આવી રયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here