પ્રખર ગાંધીવાદી તથા શિક્ષણ બુનિયાદી સાથે સંકળાયેલા અને ઝીલીઆ આશ્રમના સ્થાપક એવા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રખર ગાંધીવાદી તથા શિક્ષણ બુનિયાદી સાથે સંકળાયેલા અને ઝીલીઆ આશ્રમ ના સ્થાપક એવા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા એ બદલ કોગ્રેસ મહિલા સમિતિ વતી અને કોગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી જેમાં માલજીભાઈ દેસાઈ ચાણસ્મા વિધાનસભા સીટ પર કોગ્રેસ MLA પણ રહી ચૂક્યા છે શિક્ષણ અને સામાજિક કાર્ય સાથે સાયકાઓથી શંકલાયેલા છે તેમજ અને હર હંમેશા સાદગીને જીવનમંત્ર બનાવી સેવાદળ પછાત વર્ગના છાત્રાલયો આશ્રમ, શાળાઓ,સરકારી સેવાઓ સહિત અનેક પ્રવૃતિઓમાં સેવા થકી પોતાનું જીવન અર્પણ કરી ચુક્યા છે ગુજરાત માલધારી અગ્રણી અને ઉત્તર ગુજરાતમાં સેવાદળ, પછાતવર્ગના છાત્રાલયો અને સરકારી સેવાઓ સહિત અનેક પ્રવૃતિઓમાં અગણ્ય બુનિયાદી શિક્ષણ વિદ્યાલયો તેમજ વિવિધ ખાદી ગ્રામ્ય ઉદ્યોગ શૈક્ષણિક પ્રવૃતિઓના હિમાયતી ગાંધી આશ્રમ ઝીલિઆના સંચાલકશ્રી અને મોટાભાઈ હુલામણા નામથી પ્રખ્યાત એવા શ્રી માલજીભાઈ દેસાઈને તેમની વિવિધ રચનાત્મ કામગીરી બદલ શિક્ષણ ક્ષેત્રે મહામહિમ શ્રી રાષ્ટપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ થકી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ કોંગ્રેસના ગુજરાત પ્રભારી શ્રી ડૉ, રઘુ શર્માજી, ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર,વિરોધ પક્ષના નેતાશ્રી રાઠવા સાહેબ,બધેલ સાહેબ વિગેરે કોંગ્રેસના હોદ્દેદારોએ હાજરી આપી અને સન્માન કરવામાં આવેલ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here