ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ધોળકાના ભરવાડ યુવાનની હત્યા બાબતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :;

ધોરાજી શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ને પોલીસ એ બોલાવી શાંતિ સમિતિ બેઠક

કોઈપણ બાબતે ધોરાજીમાં ખલેલ ન પહોંચે તે બાબતે બંને સમાજની બાહેધરી લીધી

ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ આગેવાનોને જણાવેલ કે ધોળકાનો જે બનાવ બન્યો છે તેમાં પોલીસે તમામ આરોપીને ઝડપી લીધા છે અને કાયદો અને વ્યવસ્થા બાબતે પણ પોલીસ સાધન છે ત્યારે ધોરાજીમાં શાંતિ રાખવા વિનંતી કરી હતી.

આ સમયે હિંદુ સમાજમાંથી કિશોરભાઈ રાઠોડ લલીતભાઈ વોરા તેમજ મુસ્લીમ સમાજમાં થી મકબુલભાઈ ગરાણા હમીડભાઈ ગોડીલ બાસિદ પાનવાલા વિગેરે એ હિંદુ મુસ્લિમ સમાજ વતી ધોરાજીમાં કાયમ શાંતિ રહેશે તે બાબતને પણ ખાતરી આપી હતી.

હિંદુ સમાજમાંથી કિશોરભાઈ રાઠોડ એ ગુજરાતની પોલીસે તાત્કાલિક હત્યારા આરોપીને ઝડપી લીધા તે બદલ રાજ્યના ગૃહ મંત્રી તેમજ પોલીસ ને અભિનંદન પાઠવ્યા હતા.

બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધોરાજી હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here