પોષણ અભિયાન અંતર્ગત દેવગઢબારિયા તાલુકામાં કિશોરાવ્સ્થાંમાં પોષણનું મહત્વ અંગે વાર્તાલાપ, કાળીડુંગરી હાઈસ્કૂલમાં યોજાયો

દે. બારીયા,(દાહોદ) તખતકુમાર પટેલ :-

આજ રોજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારીશ્રી,દેવ.બારિયા તેમજ મેડિકલ ઓફિસરશ્રી ડો.શિરીષ અસારી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ભુવાલ, ડો.રવિરાજ વસૈયાના માર્ગદર્શન હેઠળ તેમજ શાળાના આચાર્યશ્રી કે.સી. ચૌહાણના સહયોગથી ઋષિકાબેન વરિયા, કમ્યૂનિટી હેલ્થ ઓફિસરના કો-ઓર્ડિનેશન થી દાહોદ જિલ્લાના દેવ.બારિયા તાલુકાનાં કળિડુંગરી ગામે તા : 07/09/2021ના રોજ “ એસ. એન. કડકીયા હાઈસ્કૂલમાં પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ધોરણ 9 થી 12 ના કુલ : 405 વિધાર્થીઓને પોષણનું મહત્વ ,આર્યન ગોળીનું મહત્વ અંગે ચાર્ટ પેપર, પોસ્ટર દ્વ્રારા વાર્તાલાપ કર્યો તેમજ કિશોર કિશોરીઓને આર.કે.એસ.કે કાર્યક્રમ, કિશોરાવસ્થામાં માસિક સ્વચ્છતા , વિષયોની પ્રશ્નોતરી કરી કિશોર કિશોરીઓને આરોગ્યલક્ષિ માહિતી આપવામાં આવી. કલ્પેશ ચૌહાણ ,એડોલેશએન્ટ હેલ્થ કાઉન્સેલર દ્વ્રારા કિશોરાવસ્થાના ફેરફારો અને કાઉન્સેલિંગ સેવાઓ વિષે માહિતી આપવમાં આવી. કાર્યક્રમમાં વિધાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here