નસવાડી નગરમાં 5 વર્ષના નોમાનએ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી માં રહેતા પાંચ વર્ષના નોમાને આટલી નાની ઉંમરમાં રોઝો રાખી એક મિસાલ કાયમ કરી છે જ્યારે આટલી કડકડતી ગરમી માં 16 કલાક નો રોઝો રાખી અલ્લાહની બંદગી કરી જે આજના જમાનામાં મોટી ઉંમરના વ્યક્તિઓ પણ રોઝા રાખતા મુંઝાતા હોય છે અને આવી સ્થિતિમાં આટલી નાની ઉંમરના મોહમ્મદ નોમાન મહેતાબ હુશેન અજીતવાલા એ જીવનનો પહેલો રોઝો રાખી અલ્લાહ ની બંદગી કરી છે અને આ નાના બાળકને જોઈ બીજા ભૂલકાઓને પણ પ્રેરણા મળી છે અને હવે નાના ભૂલકાઓ પણ રોઝો રાખવાની જીદ કરતા નઝરે ચડ્યા હતા અને આ નોમાન ને દાદા હાજી ઈદ્રિશભાઈ દાદી મદીનાબાનુ એ દુઆઓ કરી ફુલહાર પહેરાવીને હોસલા અફજાયી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here