પાવાગઢ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઉપલેટા જી.રાજકોટ ખાતેથી પકડી પાડતી પાવાગઢ પોલીસ

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.એ. રાઠોડ સાહેબશ્રી તથા સર્કલ પો.ઇન્સ એ.આર. પલાસ સાહેબશ્રી નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.જે. જાડેજા પાવાગઢ પો.સ્ટે નાઓને બાતમી મળેલ કે … પાવાગઢ પો.સ્ટે . ગુ.ર.નં. ૩૭૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો કલમ ૧૨ મુજબના કામનો નાસતો ફરતો આરોપી સુરેશભાઇ ભાઈલાલભાઈ રાઠવા રહે.બાલાવાટ તા . જી.છોટાઉદેપુર નાનો હાલમા ઉપલેટા જી.રાજકોટ ખાતે છે જેથી પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીને પકડવા સારુ એક ટીમ બનાવીને અ.હે.કો કલ્પેશકુમાર અમરસિંહ તથા પો.કો કેતનકુમાર દેવરાજભાઈ તથા વુ.પો.કો ઉર્વશીબેન ગણપતસિંહ નાઓ ઉપલેટા જી.રાજકોટ ખાતે જઈ આરોપી સુરેશભાઇ ભાઇલાલભાઇ રાઠવા રહે.બાલાવાટ તા.જી. છોટાઉદેપુર નાને પકડી પાડી આગળની કાર્યવાહી સારુ જીલ્લાના AHTU યુનીટને સોંપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here