પાનવડ નજીકના ખાંટીયાવાટ ગામ નજીકથી ગૌવંશથી ભરેલી પીકઅપ સાથે એક શખ્શ ઝડપાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીથી કવાંટ જતાં રોડ પરના કવાંટ તાલુકાના પાનવડ નજીકના ખાંટીયાવાટ ચાર રસ્તા બાજુ જતા રોડ પર છ વાછરડા ભરેલો ટેમ્પો સાથે એક શખ્સને છોટાઉદેપુર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌરક્ષકો દ્વારા પોલીસની મદદથી ઝડપી પાડયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી થી કવાંટ જતા રોડ પરના કવાટ તાલુકાના ખાંટીયાવાટ ગામ નજીક આજરોજ એક મેક્સ પીકઅપ ગાડી નં. જીજે ૧૭ એક્સ એક્સ ૩૫૯૯ માં ગૌવંશને ભરીને લઈ જતા હોવાની ખબર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ગૌરક્ષક દીપક વિજય વર્ગીય અને અર્જુનસિંહ વાસદિયા સહિતના કાયૅકરોને ખબર પડતાં જ પાનવડ પોલીસને જાણ કરી નાકાબંધી કરી હતી. પોલીસની સાથે ગૌરક્ષક પ્રેમીઓને સાથે ઉભા જોઈને ગૌવંશથી ભરેલા ટેમ્પાને ત્યાં રોડ ઉપર મૂકીને શખ્સો નાસી જવાની કોશિશ કરતા પહેલા જ ત્યાં પીકઅપ ચાલકને દબોચી લીધો હતો જ્યારે અન્ય નાસી છૂટ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં પીકઅપ ગાડીનો ચાલક રસન જયેશ રાઠવા,ઉ.વષૅ.૨૪,રહે.ઝુલવાણીયા,તા.કવાટ તથા અન્ય એક નાસી છૂટ્યા હતો ઝડપાયેલા આરોપીને સાથે રાખી પીકઅપ ગાડીની તલાસી લેતા તેમાં છ વાછરડાઓને ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. છ જેટલા ગોવંશને કતલખાને લઈ જવામાં આવતા હોવાની શંકાસ્પદે પોલીસે પશુ પ્રત્યેનો ઘાતકીપણો અટકાવવાનો ગુનો દાખલ કરી એકને ઝડપી પાડ્યો હતો અને અન્ય નાસી ગયેલ આરોપીને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે તેમજ વાછરડાઓને પાંજરાપોળ મોકલી ટેમ્પો જપ્ત કરી વધુ પાનવડ પોલીસ મથકના પીએસઆઈ જે.ડી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here