બોડેલી એપીએમસી ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજીત બોડેલી એપીએમસી ખાતે બોડેલી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ અંતગર્ત કાયૅક્રમ આજરોજ યોજાયો હતો. બોડેલી તાલુકા રવિકૃષી મહોત્સવ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીભાઈ ભીલના હસ્તે અને બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શિતલકુંવરબા મહારાઉલની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરવા સાથે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બોડેલી તાલુકાના ખેડૂતોને અધતન વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ સુધારેલા બિયારણો વાપરતા ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા યોજાતા કૃષિ મહોત્સવ ખેડૂતો માટે સાર્થક પુરવાર થયા છે બોડેલી તાલુકાના ખેડૂતો બાગાયતી ખેતી,ટપક સિંચાઈ પદ્ધતિ,રોકડિયા પાકો, અધતન ખેતી, ફૂલોની ખેતી સહિત સફળ પશુપાલન વ્યવસાય કરતા થયા છે ત્યારે બોડેલી તાલુકા સહિત જિલ્લામાં કૃષિ ક્રાંતિ સાથે શ્વેત ક્રાંતિ પણ આવી છે જેનું શ્રેય મેળામાં મળતા તજજ્ઞોના માર્ગદર્શનને ફાળે જાય છે રવિકૃષી મહોત્સવ અંતર્ગત બોડેલી ખાતે કૃષિ ક્રાન્તિને પ્રેરિત કરતા ખેતીલક્ષી, પશુપાલન,ટપક સિંચાઈ પદ્ધતિ તથા જુદી જુદી સરકારી યોજનાના ૩૪ જેટલા પ્રદર્શન સ્ટોર ઉભા કરી નિર્દેશન કરવામાં આવ્યું હતુ બોડેલી ખાતે યોજાયેલ રવિકૃષી મહોત્સવમાં બોડેલી તાલુકાના મામલતદાર વિરેન્દ્રભાઈ પ્રજાપતિ,તાલુકા વિકાસ અધિકારી,બોડેલી એપીએમસીના ડિરેક્ટર કાર્તિક શાહ,કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ, તાલુકાના સરપંચો સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here