છોટાઉદેપુર : રેણધા ચેક પોસ્ટ પરથી XUV 500 ગાડીમાં કિ.રૂ. ૮૫,૮૦૦/- ના ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કવાંટ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા આઈ.જી. શેખ પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી આગામી લોકસભા ચુંટણી અનુંસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ ક૨વા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા તેમજ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધ્ય પ્રદેશ રાજ્યને અડીને આવેલ રેણધા તેમજ વગુદણ (જા) ગામે ચેક પોસ્ટ કાર્ય૨ત ક૨વામાં આવેલ હતી અને આજ રોજ કવાંટ પોસ્ટે ના પો.સ.ઈ. એ.ડી.ચૌહાણ નાઓ રેણધા ચેક પોસ્ટ ઉપ૨ વાહન ચેકીંગની કામગીરી ક૨તા હતા જે દરમ્યાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે સિલ્વર કલ૨ની મહિન્દ્રા કંપનીની XUV 500 ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-01-KR-6438 ની અંદર લઈ જવાતો ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની નાની મોટી બોટલો નંગ ૫૬૪ ની કુલ કિ.રૂ. ૮૫,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સદરી પ્રોહી મુદ્દામાલની હીરાફેરી ક૨વા ઉપયોગમાં લીધેલ સિલ્વર કલરની મહિન્દ્રા xuv 500 ગાડી નંબર GJ-01-KR-6438 ની કિરૂ. 4,00,000/- તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૫,૯૧,૦૦૦/- નો મુદ્દામાલ ની હેરાફેરી ક૨તા આરોપી સમીરભાઈ રાયસંગભાઈ સોલંકી ઉવ. ૨૪ રહે. શ્રીજી (હરીનગર) સોસાયટી, વડદલા, વડોદરા નાઓને પકડી પાડી કાયદેસરની કાયવાહી કરેલ છે અને પ્રોહી નાકાબંધી દ૨મ્યાન નાશી જનાર આરોપી અમીતભાઈ રાજભાર રહે. મકરપુરા વિસ્તાર વડોદરા શહેર નાઓને તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન ક૨વામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સફળતા મળેલ છે.
-:પકડાયેલ મુદ્દામાલ :-
૧) ગોવા વ્હિસ્કી ૧૮૦ મીલી (૨) કીંગ ફીશર બિયર ટીન ૫૦૦ મીલી (3) મેકડોવેલ્સ નં- ૦૧ વ્હિસ્કી ૧૮૦ મીલી તથા ૭૫૦ મીલી ની દારૂ/બિયર ની બોટલ નંગ ૫૬૪ ની કુલ કિ.રૂ. ૮૫,૮૦૦/-
(૨) સિલ્વર કલરની મહિન્દ્રા XUV 500 ગાડી નંબર GJ-01-KR-6438 ની કિરૂ. ૫,૦૦,૦૦૦/-
(3) અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન – ૧ કિરૂ. ૫,૦૦૦/- તથા ડ્રાઈવીંગ લાયસન્સ કિ.રૂ. 00/00 તથા પાનકાર્ડ કિ.રૂ. 00/00 તથા ચલણી નોટો – ૨૦૦/- મળી કુલ કિ.રુ. ૫,૯૧,૦૦૦/-
-:સંડોવાયેલ આરોપી:-
(૧) સમીરભાઈ રાયસંગભાઈ સોલંકી ઉવ. ૨૪ રહે. શ્રીજી (હરીનગર) સોસાયટી, વડદલા, વડોદરા તથા (૨) અમીતભાઈ રાજભા૨ ૨હે. મકરપુરા વિસ્તાર વડોદરા શહેર (વોન્ટેડ)
-:સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ:-
(૧) એ.ડી.ચૌહાણ પોલીસ સબ ઇન્સપેક્ટર (૨) અ.મ.સ.ઈ. મીઠીયાભાઈ બલસીંગભાઈ (૩) હે.કો. કિરીટભાઈ મકનભાઈ
(૪) પો.કો. ભુરાભાઈ વિરદાસભાઈ (૫) પો.કો. ભરતજી ભીખાજી (૬) પો.કો. અજીતભાઈ શનીયાભાઈ તમામ નોકરી ક્વાંટ પો.સ્ટે. વિગેરે સાથે રહી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here