છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તમામ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તા-9/12/23 લોક ના રોજ લોક અદાલત યોજાશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાના ન્યાયાલય છોટા ઉદેપુર મુકામે તથા તમામ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તારીખ 9/ 12/ 23 ના રોજ નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય છોટા ઉદેપુરના ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશ ડી પી ગોહિલ ના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 9/ 12/ 23 ને શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય છોટાઉદેપુર તથા જિલ્લા ના તમામ ન્યાયાલયમાં નેશનલ લોક અદાલત યોજનાર છે
આ નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અકસ્માત વળતરના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, દીવાની દાવાઓ, વીજ કંપનીના કેસો, મની સ્યુટ, દરખાસ્તો, તથા એન આઇ એકટ 138, લગ્ન સંબંધિત તકરારના કેસો તથા પ્રિલીટીગેશન બેંકના લોન ખાતાની રિકવરીના કેસો તથા ઈ ટ્રાફિક ચલણના કેસો કે જેમાં સમાધાન રાહે કેસોનો નિકાલ કરી શકાય તેવા કેસો હાથ ધરવામાં આવશે.
લોક અદાલતમાં કેસોનો નિકાલ ચુકાદો આખરી હોય અપીલની જોગવાઈ હોતી નથી. કોર્ટ ફીની રકમ પૂરેપૂરી પરત મળવા પાત્ર છે. તથા અન્ય કોઈ ખર્ચ થતો નથી. જેથી અરજદારો પક્ષકારો, વકીલો, વીમા કંપનીઓ, બેંક તથા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વગેરેના લોક અદાલતમાં જોડાવા અપીલ કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ કેસો લોક અદાલતમાં નિકાલ કરીને લોક અદાલતના હેતુને ખરા અર્થમાં સાર્થક કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here