પાટણ એલસીબી, એસઓજી પોલીસે સિદ્ધપુરના મુડાણામાંથી એક ઈસમને ઝડપી પાડ્યો…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ગુજરાતના અલગઅલગ જિલ્લાઓનું પાર્સિંગ ધરાવતા વાહનોની નકલી આરસીબુકો બનાવતા ગોરખધંધાનો પર્દાફાશ

પાટણ એલસીબી તેમજ એસઓજી પોલીસ ગત ૪ થી એ સિદ્ધપુર પો.સ્ટે.ની હદમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે અરસામાં ઈ. પીઆઈ વી.આર.ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે મુડાણા ગામે મોમીન અસ્ફાકભાઈ અબ્દુલભાઈ. ઉ.વ.૩૭, રહે.મુડાણા,તા. સિદ્ધપુર જિ.પાટણવાળા પોતાના મળતીયા માણસો સાથે મળી સીઝ કરેલ વાહનોને અન્ય પાર્ટીને વેચાણ અપાવી વાહન ખરીદનારના નામે કરાવી આપવાની જવાબદારી લઈ કોઈપણ રીતે અલગઅલગ આરટીઓ કચેરીની અલગઅલગ વાહન માલિકોના નામની તેમજ અલગઅલગ આર.ટી.ઓ અધિકારીના સહીવાળી વાહનોની આરસીબુકો (સ્માર્ટ કાર્ડ)મેળવી તેના ઉપરનું લખાણ થીનર વડે દૂર કરી સદર વાહનોનું ઓનલાઈન ફોર્મ-૨૪ મેળવી તેમાંથી વાહનોની વિગતો મેળવી તે વિગતો તેમના પ્રિન્ટરમાં સેટ કરી અસલ આરસીબુક(સ્માર્ટ કાર્ડ)જેવી ખોટી આરસીબુક(સ્માર્ટ કાર્ડ) બનાવી જેતે આરટીઓ કચેરી ખાતે અસલ આરસીબુક તરીકે રજૂ કરી તેના આધારે વાહન ખરીદનારના નામે નવી અસલી આરસીબુક(સ્માર્ટ કાર્ડ)મેળવી ગુનો આચરતા હતા.આથી પોલીસે સદર આરોપીના ઘરે રેડ કરી રંગીન સ્માર્ટ પ્રિન્ટર, અલગ અલગ આરટીઓ કચેરીના અધિકારીઓની સહીવાળી અલગઅલગ વાહનોની આરસીબુક નંગ-૧૦, વાહનનું ઓનલાઈન ફોર્મ નં.૨૪ નંગ-૮,એક આઈફોન,ચાર્જર,કેબલ તથા થીનર મળી કુલ કિ.૪૦૦૨૫ ના મુદ્દામાલ સાથે મોમીન અસ્ફાકભાઈ અબ્દુલભાઈ રહે.મુડાણા વાળાને ઝડપી પાડ્યો હતો. જ્યારે માંકણોજિયા તારીક અબ્દુલહમીદ રહે. રજોસણા,તા.વડગામ,જિ. બનાસકાંઠાવાળો ઉપરોક્ત આરસીબુકો આપી તેની ટેક્નિક શીખવાડેલ હોઈ રેડ દરમિયાન તે મળી ના આવતા આ બન્ને ઈસમો વિરુદ્ધ ઈપીકો કલમ ૪૬૫, ૪૬૭,૪૬૮,૪૭૧ ૪૭૪, ૧૨૦(બી),૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેની આગળ ની તપાસ એસ.ઓ.જી ઈ.પીઆઈ વી.આર.ચૌધરી ચલાવી રહ્યા છે.

આ ગુનામાં સંડોવાયેલો માંકણોજિયા તારીક અબ્દુલહમીદ રહે. રજોસણા,તા.વડગામ,જિ. બનાસકાંઠાવાળો આ અગાઉ આણંદ જિલ્લામાં પણ ઉપર મુજબનો ગુનો આચરતા આણંદ ટાઉન પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here