નર્મદા જીલ્લામાં વિશ્વ યોગ દિવસ ની 21 મી જુનના રોજ ઉજવણી કરવા વહીવટીતંત્ર સજજ – નર્મદા કલેકટર શ્વેતા તેવતિયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જીલ્લાના બે આઇકોનિક સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થાન ડેડીયાપાડા ખાતે પણ યોગ દિવસ ની ઉજવણી કરાશે

આરોગ્ય,પંચાયત, પોલીસ સહિત સરકાર ના તમામ વિભાગો યોગ દિવસ ની ઉજવણી માં ઉત્સાહભેર ભાગ લેશે

મુસ્લિમ સમાજ પણ યોગ દિવસ ની ઉજવણી માં ઉત્સાહભેર ભાગ લે એ માટે રાજપીપળા ની હઝરત નિઝામશા દરગાહ ના પટાંગણ મા યોગ દિવસ ઉજવવા નું સુચન

નર્મદા જીલ્લા માં વિશ્વ યોગ દિવસ 21 ની જુન ના રોજ ઉજવવા માટે સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાનું આજરોજ નર્મદા જીલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવાતિયા એ પત્રકાર પરિષદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

નર્મદા જીલ્લા કલેકટર સહિત જીલ્લા વિકાસ અધિકારી અંકિત પનનું, જીલ્લા પોલીસ વડા પ્રશાંત શૂંબે, જીલ્લા રમત ગમત અધિકારી સહીત નાયબ માહિતિ નિયામક અરવિંદ મછાર ની ઉપસ્થિતી મા યોજાયેલ પત્રકાર પરિષદ માં જીલ્લા કલેકટર શ્વેતા ટેવાતિયા એ જણાવ્યુ હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્રયાસો થી 21 મી જૂન સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પાછળ નો આશય યોગ થકી લોકો ના સ્વાસ્થ્ય ની જાણવણી નો રહેલ છે, ત્યારે 21 મી જુન ના રોજ નર્મદા જીલ્લા માં પણ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવશે,જે માટે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જીલ્લા સહિત તાલુકાને નગરપાલિકા કક્ષા એ યોગ દિવસ ઉજવાશે, જ્યારે નર્મદા જીલ્લા ના બે આઇકોનિક સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને ઇનરેકા સંસ્થાન ડેડીયાપાડા ખાતે પણ યોગ દિવસ ઉજવાશે , જીલ્લા કક્ષા ની ઉજવણી ડેડીયાપાડા ના ઇનરેકા સંસ્થાન ખાતે કરવામાં આવશે.
મોટી સંખ્યામાં લોકો સામુહિક રીતે યોગ દિવસ ની ઉજવણી માં ભાગ લે એ માટે સ્થાનિક લોક ભાગીદારી, સ્વેચ્ચિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, જીયન્ટ્સ ગ્રુપ,, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્મા કુમારી, સિનિયર સિટીઝન ગ્રુપ, ગાયત્રી પરિવાર, વેપારી મંડળો નો સંપર્ક વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેથી મોટી સંખ્યામાં લોકો ભાગ લે અને યોગા ના મહત્વ ને સમજે નું પણ નર્મદા કલેકટરે જણાવ્યુ હતુ.

દિવ્યાંગ વ્યક્તિઓ થકી ખાસ જાગૃતિ લાવવા માટે ના પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ પણ યોગા દિવસ ની ઉજવણી માં ભાગ લેશે, જે માટે જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ આયોજન હાથ ધરી રહ્યુ છે.
પંચાયત વિભાગ ગામડાઓ મા રેલી કાઢી, આરોગ્ય વિભાગ સી એચ સી, અને પી એચ સી. સેન્ટર ઉપર લોકો ને યોગ નું મહત્વ સમજાવવા ના કામ કરી રહ્યા છે, શિક્ષણ વિભાગ શાળા ઓમા બાળકો ને પ્રભાત ફેરી કરી યોગા ના મહત્વ ને ઉજાગર કરસે, જ્યારે પોલીસ વિભાગ બાઇક રેલી કાઢી યોગાનું પ્રચાર પ્રસાર કરસે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નર્મદા જીલ્લા માં એક યોગ કો – ઓર્ડીનેટર ,1 યોગ કોચ,100 યોગ શિક્ષકો ની નિમણુક કરવામાં આવી છે, જેઓ હાલ જીલ્લા મા 50 સ્થળો એ નિશુલ્ક યોગ ક્લાસ ચલાવી રહ્યા છે.

આ ઉપરાંત પત્રકાર પરિષદમાં પત્રકાર આશિક પઠાણ દ્વારા મુસ્લિમ સમાજ માં પણ યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજપીપળા ખાતે ની પ્રસિધ્ધ હઝરત નિઝામસા દાદા ની દરગાહ ના ટ્રસ્ટી મંડળ નો સંપર્ક કરી ત્યાં પણ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવે એવો સુજાવ આપવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here