પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો નવો એક કેસ નોંધાયો

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

આજે મળી આવેલ એકમાત્ર કેસ ગોધરામાંથી

જિલ્લામાં કુલ સક્રિય કેસોનો આંક ૧૯ થયો

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાનો એક નવો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા ૩૯૬૦ થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૧૯ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલ એક માત્ર કેસ ગોધરા શહેરમાંથી મળી આવ્યો છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૯૫ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૬૫ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૮૦૦ થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here