પંચમહાલ : ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુમ થયેલ બાળકો તથા મહિલા તથા પુરુષતથા વૃધ્ધોને તેમના પરીવાર સાથે મિલન કરાવતી પાવાગઢ પોલીસ

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

નાયબ પોલીસ અધિક્ષક મહાનીરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ પગોધરા રેન્જ તથા મહે . પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ – ગોધરા તથા મહે . ના.પો.અધિ શ્રી એચ.એ.રાઠોડ સાહેબશ્રી હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પો.ઇન્સ્પેકટર શ્રી એમ.એસ.પલાસ સાહેબશ્રી હાલોલ સર્કલ નાઓની સુચના આધારે તા ૦૨/૦૪/૨૦૨૨ થી તા ૧૬/૦૪/૨૦૨૨ સુધી ચૈત્રી નવરાત્રી ચાલુ થયેલ હોય અને પુરતો પોલીસ બંદોબસત રાખવામા આવેલ હતો . અને માચી તંબુ ખાતે મીસીગ સેલ તથા પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામા આવેલ હતો . અને આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામા શ્રધ્ધાળુઓ આવતા હોય ભીડભાડ થતી હોય બાળકો , મહિલા , વૃધ્ધો તેમના પરીવારથી વિખુટા પડી જવાના બનાવો બનતા હોય છે . જેથી કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે મીસીગ સેલ તેમજ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત પેટ્રોલીગ રાખવામા આવેલ છે . અને શ્રી આર.જે.જાડેજા સાહેબશ્રી પો.સ.ઇ પાવાગઢ તથા મીસીગ સેલના પોલીસ માણસો દ્વારા બાળકો કુલ- ૫૩ તથા પુરુષ / મહિલા / વૃધ્ધો ૨૫ મળી કુલ- ૭૮ ગુમ થયેલાઓને તેમના પરીવાર સાથે મિલન કરાવવામા આવેલ છે . અને ચૈત્રી દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત રાખી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામા આવેલ છે . અને ગુમ થયેલા બાળકો તથા મહિલા અને વૃધ્ધોને તેમના પરીવાર સાથે મિલન કરાવી પાવાગઢ પોલીસ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમ્યાન સરાહનીય કામગીરી કરેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here