નસવાડી તાલુકાની ચુટણી સવારે છ કલાકે પૂર્ણ થતા મામલતદારે ચૂંટણી કામગીરીમાં જોડાયેલ દરેક કર્મચારીઓનો આભાર માન્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયત ની મતગણતરી સવારે છ વાગે પુરી થઈ હતી અને 21 કલાક સુધી મતગણતરી ચાલુ રહી હતી મંગળવારના 9 વાગ્યા થી મતગણતરી શરૂ થઈ હતી તે બુધવારના સવારના 6 વાગ્યા સુધી ચાલી હતી જેમાં જોતરાયલા કર્મચારીઓ નો નસવાડી પી એસ આઈ ટી ડી ઓ અને મામલતદારે આભાર વ્યક્ત કર્યો હતો અને જીતનાગરના વોર્ડના ઉમેદવારને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને કડુલી મહુડી ગ્રામ પંચાયત માં સરપંચ બાર મત થી હાર્યા બાદ રી કાઉન્ટિંગ માંગ્યુ હતું જેમાં પાંચ બુથની મત ગણતરી હોય સવારે નવ વાગ્યાથી ચાલુ થઈ હતી તે રાતના આઠ વાગ્યા સુધી ચાલી હતી અને બગલિયા ગ્રામ પંચાયત ની મત ગણતરી માં 583 મત અમાન્ય થયા હતા બગાલિયા ગ્રામ પંચાયત ની મત ગણતરીના કુલ 2704 માંથી 583 મત અમાન્ય નીકળતા ચર્ચાઓ ઉઠી હતી અને નસવાડીની અનેક ગ્રામ પંચાયતના સરપંચો એક ટર્મ વીતી ગયા બાદ ફરી જીત્યા છે આ રીતે નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયત ની ચૂંટણી પૂર્ણ થઈ હતી અને મામલતદાર પી એસ આઈ ટી ડી ઓ એ દરેક કર્મચારીઓ નો આભાર માન્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here