નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચયતના પરિણામો જાહેર થતા રોડ રસ્તાઓ પર વિજય સરઘસ નીકળ્યા…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેફ એન કુરેશી :-

નસવાડી તાલુકાની ચૂંટણીના પરિણામો જાહેર થતા જીતેલા ઉમેદવારો માં ખુશી જોવા મળી હતી અને સાથો સાથ સમર્થકો હજારોની સંખ્યા માં નસવાડી સેવાસદન ખાતે ઉમટ્યા હતા જેમાં જીતેલા ઉમેદવારોએ ઢોલ નગારા ડી જે સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા એમાં લગ ભગ બહુ ઓછા ઉમેદવારો રિપીટ થયા હતા વધુ પડતા નવા ઉમેદવારોએ બાજી મારી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાની 45 ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી તાલુકા સેવાસદન મા રાખવામાં આવી હતી જે સવારે 9 વાગ્યા થઈ શરૂ થઇ હતી જેમાં 11 જેટલા ટેબલો બનાવવામાં આવ્યા હતા અને 80 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા અને હજારોની સંખ્યામાં સમર્થકો સેવાસદન ખાતે પહોંચ્યા હતા જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના કારણે લોકો 2 કિલોમીટર સુધી દરેક ઉમેદવારો સાથે સમર્થકો એજન્ટો સભ્યો ચાલીને સેવાસદન સુધી પહોંચ્યા હતા જીતેલા ઉમેદવારોના સમર્થકો ની બુમો ચીસો દૂર દૂર સુધી સંભળાતી હતી અને કેટલાક ઉમેદવારોએ રી કાઉન્ટીગ પણ માંગ્યું હતું અને આ રીતે મત ગણતરી કરવામાં આવી હતી
સવારે 9 વાગ્યા થઈ મત ગણતરીની શરૂઆત થઈ ત્યારથી ચૂંટણી અધિકારીઓ થી લઈને પટાવાળા ના સ્ટાફ સતત ખડે પગે કામગીરી કરી હતી અને મત ગણતરીની કામગીરી સવારે 6 વાગ્યા સુધી ચાલી હતી જેમાં છેલ્લે ચૂંટણી અધિકારીઓ ચૂંટણી ને લગતુ જે મટીરીયલ હતુ તે જાતે ઉંચકીને લઈ જતા જોવા મળ્યા હતા તે કામગીરી બિરદાવવા લાયક હતી આમ આખી રાત મત ગણતરી ચાલી હતી
સરપંચ પદના જીતેલા ઉમેદારો ના નામ તાલુકો નસવાડી
1- લિન્ડા-જયદીપભાઈ જયેશભાઈ ભીલ
2- સા,તણખલા-જશીબેન ભગવાન ભાઈ ભીલ
3-ભાખા-વિઠ્ઠલભાઈ છોટાભાઈ ભીલ
4-વઘાચ-રમણભાઈ જેસિંગભાઈ ભીલ
5-જસ્કી-પુનીબેન બાલુભાઈ ભીલ
6-પાલા-ગોપાલભાઈ રાતનભાઈ ભીલ
7-ધારસિમેલ-રોજીબેન સિંગાભાઈ ડુ. ભીલ
8-સરિપાણી-નિરંજનભાઈ જલારામભાઈ રાઠવા
9-કેવડી-દાદનીયાભાઈ રામસિંહ
10-નવગામ-ભૂરાભાઈ રામભાઈ તડવી
11-ગોયાવાટ-સકુનાબેન મહેશભાઈ રાઠવા
12-બરોલી-અંબાલાલ રામજીભાઈ રાઠવા
13-સાંકળ પી.-તેલિયાભાઈ રડતીયાભાઈ
14-બગલિયા-અરવિંદભાઈ સેવજીભાઈ દુ.ભીલ
15-ઝેર-પંકજભાઈ હરિયાભાઈ રાઠવા
16-પલાસણી-કોકિલાબેન નટુભાઈ તડવી
17-સિંધીકુવા-ભવિકાબેન ભરતભાઈ ભીલ
18-જેમલઘઢ-નીલમબેન પ્રકાશભાઈ ભીલ
19-સિંધીકુવા ન.-સરોજબેન દિનેશભાઈ
20-લાવાકોઈ-સુરેશચંદ્ર રામદાસ
21-આમરોલી-જમનાદાસ મોતીભાઈ
22-પોચંબા-મણિલાલ વિચાભાઈ ભીલ
23-ઘટાસા-કલ્પનાબેન પ્રવીણભાઈ ડુ. ભીલ
24-કુકરદા-ગોનાબેન અંબાલાલભાઈ ડુ. ભીલ
25-સોઢલિયા-દેવીપ્રસાદ ભગવાનભાઈ ભીલ
26-રામપુરી-શારદાબેન અરવિંદભાઈ ભીલ
27-છલવાટા-ગુજીબેન વિનુભાઈ ભીલ
28-પંખાડા(ખીચડિયા)-સુભાષભાઈ સોમાભાઈ રાઠવા
29-પાયાકોઈ-કૈલાશબેન રમીકભાઈ ભીલ
30-હરિપુરા(વાદેસિયા)-કનીબેન પ્રભુભાઈ રાઠવા
31-આનંદપુરી-ગંગાબેન બાલુભાઈ ભીલ
32-કોલંબા-વિલાસબેન વરસનભાઈ ભીલ
33-ભીલ બોરીયાદ-શકુબેન મહેશભાઈ ભીલ
34-ઝરખલી-મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ ભીલ
35-કડુલી મહુડી-નૂરકીબેન બચુભાઈ ડુ.ભીલ
36-ધામસીયા-કપિલાબેન રામહિભાઈ ભીલ
37-ખપરિયા-વિપુલભાઈ ગિરધારભાઈ રાઠવા
38-ચામેઠા-નટવરભાઈ ભયજીભાઈ તડવી
39-હરિપુરા ન.-જેઠીબેન સોમાભાઈ ભીલ
40-કેલનીયા-બાલુભાઈ રમણભાઈ ભીલ
41-કંડવા-દિનેશભાઈ કાનજીભાઈ ભીલ
42-તરોલ-તેજલિબેન કેમાભાઈ ડુ. ભીલ
43-અંબાડા-જવાહરભાઈ મોહનભાઇ તડવી
44-જીતનગર-સંગીતાબેન રમણભાઈ તડવી
45-કોલી બોરીયાદ-રૂપલબેન નાયકાભાઈ આમ નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયતો ની ચૂંટણી થઈ જેમાં આ સરપંચો ચૂંટાય આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here