નસવાડીના વાઘીયા મહુડા ગામે ડી.જે વગાડવામાં આવતા વિવાદ સર્જાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ડી.જે વગાડવા પર સમાજનો પ્રતિબંધ હોવા છતા વગાડવામાં આવેલ ડી.જે ને લઈ નસવાડી સેવા સદન ખાતે આવેદનપત્ર અપાયુ

નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામે માતાજીની સ્થાપના ને ધામધૂમ થી ઉજવવા માટે ડી.જે સાઉન્ડ લાવવામાં આવ્યુ હતુ જેમાં સમાજના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ પ્રસંગ માં ડી.જે કે બેન્ડ વગેરે વાજિંત્રો પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે પરંતુ માતાજીની સ્થાપના કરવા માટે ડી.જે મંગાવેલ અને ડી.જે નહી વગાડવાનુ કહેવા ગયેલ ગામના નાગરિકોને તલવાર અને પથ્થર મારી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી આમ ગ્રામજનોએ જણાવેલ હતું અને આ બનાવને પગલે ગ્રામજનો પોલીસ સ્ટેશન આવ્યા હતા અને ત્યાંથી તાલુકા સેવા સદન ખાતે પોહચ્યા હતા અને આ બનાવને પગલે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને બન્ને પક્ષોએ સામસામે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ છે.

આવેદનમાં જણાવ્યા પ્રમાણે જે મંદિરમાં આ નાટકબાજો રહેછે તે લોકો પોતાના વશ માં માતાજી આવેછે તેવું નાટક કરી ગામના લોકો સાથે છેતરપિંડી કરેછે અને સિશ્વાસઘાત કરી ગામના લોકોનો હેરાન પરેશાન કરી ગામના આગેવાનોને તલવાર અને પથ્થરો વડે માર મારવાનો પ્રયત્ન કરેલ હતો અને માતાજી વશ માં આવેછે તેમ જણાવી ગામને ગેર માર્ગે દોરતા આવેલા છે પણ અમોને જાણવા મળેલ હતું કે આ વ્યક્તિને કોઈ પણ રીતે માતાજી વશ માં આવતી નથી તેમ છતાં પણ આ લોકો ગામના ભોળા લોકોને ગેરમાર્ગે દોરેછે અને તા.૯/૧૦/૨૦૨૨ ના રોજ બપોરના એક વાગે ગામમાં ડી.જે મંગાવેલ હતુ જે સમાજના રીત રિવાજ મુજબ ગામમા ડીજે વગાડી વરઘોડો કાઢવા પર પ્રતિબંધ રાખેલ છે તેમ છતા આ લોકોએ ડીજે વગાડી વરઘોડો નહી કાઢવાનું સમજાવેલ હતુ અને જો ડીજે વગાડી વરઘોડો કાઢવામાં આવશે તો સમાજના રીત રિવાજનો ભંગ થશે અને સુલેહ શાંતિ પણ ડોહડાશે ત્યાં આ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને સમાજના આગેવાનો સુરેશભાઈ મંજીભાઈ ભીલ તથા રાકેશભાઈ મહેશભાઈ ભીલ ને પથ્થર અને તલવાર થી માર મારવાનું જણાવેલ હતુ ત્યાંથી આગેવાનો પરત આવી ગયા હતા

આ લોકો મંદિરમાં રહેછે અને ગામમાં આવેલ મંદિરમા સોનાનું મુંગટ ચાંદીની મુર્તી અને અન્ય સોના ચાંદીની રકમો પણ આવેલછે તેને પડાવી લેવા માટે ખોટી માતાજી પોતાના વશમા આવેછે તેવું નાટક કરતા આવેલા છે આવા કૃત્યથી ગામની લાગણી દુભાયેલ છે એટલે આ માતાજીનો ઢોંગ નો નાટક કરેછે તેમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા વાઘીયા મહુડા ના ગામ લોકોની માંગ ઉઠી છે અને સેવા સદન ખાતે આવેદનપત્ર આપી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને એમાં માતાજીનું નાટક બંધ કરો માતાજીના ઢોંગ બંધ કરો ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here