નવી વાડી ક્લસ્ટરના આચાર્યોની SOP ની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન બેઠક નવા વલ્લવપુર પ્રા.શાળા ખાતે યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના નવી વાડી ક્લસ્ટરના આચાર્યોની શૈક્ષણિક તેમજ વહીવટી માર્ગદર્શન અને સમીક્ષા બેઠક બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં નવા વલ્લવપુર પ્રા.શાળા ખાતે યોજવામાં આવી. તેમણે નવી વાડી ક્લસ્ટરની તમામ શાળાઓની વર્તમાન સમયની ઉત્તમ કામગીરીને ધ્યાને લઈ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ગુણોત્સવ 2.O અંતર્ગત મુખ્ય ચાર ક્ષેત્રમાં આવેલ પ્રથમ અધ્યાપન – અધ્યયન ક્ષેત્રમાં આદર્શ પાથ, TLM, વિષયપ્રવેશ, વર્ગ વ્યવહાર આદાન પ્રદાન, અધ્યયન નિષ્પત્તિઓ, મૂલ્યાંકન, સ્વાધ્યાય તેમજ બાકી ત્રણ ક્ષેત્ર તેમજ FLN (પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન) અંતર્ગત માર્ગદર્શન આપી સમસ્યાઓની નિરાકરણ વિસ્તૃત કરવામાં આવી હતી. તેમજ શાળાના આચાર્ય મુકેશભાઈ મકવાણા તથા સ્ટાફ દ્વારા કરેલ શૈક્ષણિક તથા સહ શૈક્ષણિક કામગીરી અંતર્ગત કિચન ગાર્ડન, ભાષા કોર્નર અંતર્ગત સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગણિત તથાય શાળા પુસ્તકાલય ઉત્તમ જોવા મળ્યું હતું. નવી વાડી સી.આર.સી.કો.ઓર્ડીનેટર જયેશભાઈ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કર્યા બાદ શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક મુદ્દાઓ પૈકી તમામ આચાર્યોને ગુગલ ડોક્યુમેન્ટ્સ દ્વારા પોતાની કામગીરીના ડોક્યુમેન્ટ નિભાવવા વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મિટિંગમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આયોજન, આદર્શ સમયપત્રક, દૈનિક નોંધ, શાળા સ્વચ્છતા, સલામતી, શૈક્ષણિક કાર્ય, આદર્શ પાથ આયોજન, સ્કૂલ ઓફ એક્સેલન્સ, ગુણોત્સવ 2.O, એકમ કસોટી, G-SHALA, TLM નિર્માણ, સમયદાન, ટિવિંગ પ્રોગ્રામ, માઈક્રોસોફ્ટ ટીમ્સ એપના માધ્યમથી શિક્ષણ અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. સી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા સૌના માટે પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. યજમાન શાળાના આચાર્ય મુકેશભાઈ મકવાણાએ આભાર વિધિ કરી હતી. નવી વાડી ક્લસ્ટરની પેટા શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. SOP ની મિટિંગ ઉત્તમ આયોજન અને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ સૌને અભિનંદન. સમગ્ર મિટિંગ દરમિયાન શિક્ષણ વિભાગની SOP અને કોવિડ – 19 ની ગાઈડલાઈન અનુસરવામાં આવશે… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here