નર્મદા : રાજપીપળામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો નર્મદા જિલ્લામાં પોઝિટિવ કેસ 124 પર પહોંચ્યા.

સારવાર હેઠળના સાજા થયેલા ૪ દર્દીઓને આજે રજા અપાઇ : આજની સ્થિતિએ સુરતમાં ૧ અને વડોદરામાં રિફરમાં રહેલાં ૨ દર્દીને બાદ કરાતાં રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ ૨૦ દરદીઓ સારવાર હેઠળ.

ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૧ સેમ્પલ પૈકી આજે ૧૫ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને ૧૬ સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ: આજે ચકાસણી માટે કુલ ૫૭ સેમ્પલ મોકલાયા.

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૮,૫૩૮ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૨૪ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર.

રાજપીપલા(નર્મદા), તા.17/07/2020
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા.૧૭ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં રાજપીપળાની કોવીડ હોસ્પિટલ ખાતે ટ્રુનેટ મશીન (Truenet machine) થી કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ નોંધાતા આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ દરદીઓની કુલ સંખ્યા-૧૨૪ થઇ છે તેમજ રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૪ દર્દીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના સાજા થયેલા કુલ-૧૦૨ દર્દીઓને રજા અપાતાં તેમજ આજની સ્થિતિએ સુરતમાં ૧ અને વડોદરામાં રિફરમાં રહેલાં ૨ દર્દીઓને બાદ કરાતાં રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ-૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ ૩૧ સેમ્પલ પૈકી ૧૫ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે જ્યારે ૧૬ સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ છે. આજે ચકાસણી માટે કુલ ૫૭ સેમ્પલ મોકલવામાં આવ્યાં છે.તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નોંધાયેલ એક પોઝિટીવ કેસમાં રાજપીપળા શહેરના કસ્બાવાડ વિસ્તારના રહીશ ૬૦ વર્ષિય બાનુબેન યુસુફભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. આ દર્દીને રાજપીપળાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. આમ,આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૨૦ દરદીઓ સારવાર હેઠળ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં તા.૧૭ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૪૮,૫૩૮ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૮ દર્દીઓ, તાવના ૩૮ દર્દીઓ, ડાયેરીયાના ૨૮ દર્દીઓ સહિત કુલ-૧૨૪ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથો સાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૪૮,૯૭૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૯૪,૭૨૬ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here