કાલોલ પોલીસે ઉમરાહ કરાવવા માટેની ઓફિસ ખોલી છેતરપિંડી કરનાર વધુ બે આરોપીને ઝડપી પાડયા, સાત દિવસના રિમાન્ડ મંજૂર…

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ નગરમાં જીગર બેટરી વાળાની દુકાનની ઉપર મોહંમદી મસ્જિદની પાસે આવેલ હુસેનભાઇ ઈબ્રાહીમ બોબડિયાની દુકાન ભાડે લઈને એપ્રિલ ૨૦૧૯ ના અરસામાં અમીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્પેશિયાલિસ્ટ ઈન ઉમરાહ જિયારત એવું બોર્ડ મારીને માંકણ ગામ તાલુકા કરજણના હાજી મુબારક દાઉદ પટેલ (પાયા) મુખ્ય વહીવટકર્તા તથા કેટલાક બીજા શખ્સો મુંતજિર મુબારક પટેલ (પાયા), યાકુબ મહંમદ ટીંબા વાલા મેનેજર ત્રણેવ રે. માકણ , તથા સઈદભાઈ એહમદ ભાઈ પટેલ એકાઉન્ટન્ટ રે સુરતએ ઉમરાહ (હજયાત્રા) કરાવવા માટે જાહેરાત કરી ઓફિસ શરૂ કરી ૩૦ જેટલા લોકો સાથે ઉમરાહ કરાવવાના નામે પૈસા ઉઘરાવી ઓફિસ બંધ કરી નાણાં ચાઉં કરી જનાર પૈકી (૧) સઈદભાઈ એહમદ મહમદ પટેલ રે. સુરતને સુરત ખાતેથી અને (૨) યાકુબ મહમદ ટીબાવાલા રે. માકણ કરજણ ખાતેથી કાલોલ પોલીસે અગાઉ ઝડપી પાડયા હતા અને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ બાકી રહેલા બે હાજી મુબારક દાઉદ પટેલ (પાયા) મુખ્ય વહીવટકર્તા તથા મુંતજિર મુબારક પટેલ (પાયા) બંને રે. માકણ તા. કરજણ બેઉ પિતા પુત્રને કોરોના ટેસ્ટ માટે મોકલ્યા હતા તેઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા કાલોલ પોલીસે ધરપકડ કરી બન્ને પિતા પુત્ર ની પૂછપરછ શરૂ કરી ભોગ બનેલા લોકોના પાસપોર્ટ મેળવવા તથા ઉઘરાવેલા નાણાં ક્યા ક્યાં વાપર્યા? ક્યા રોકાણ કર્યું ? તેની માહિતી મેળવવા માટે શુક્રવારે કાલોલ કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાં પી. એસ.આઇ એમ.એલ ડામોરે બંને આરોપી ના રિમાન્ડ માટે અરજી કરતા કાલોલ ના જયુ.મેજી.ફ.ક ની કોર્ટે બન્ને પિતા પુત્રના સાત દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here