છોટાઉદેપુર : છેલ્લા આઠ મહિનાથી પેરોલ રજા ઉપર ફરાર થયેલ આરોપીને નસવાડી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો

નસવાડી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા
તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા છોટાઉદેપુર જીલ્લામાં પેરોલ-ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જે આધારે શ્રી કે.એચ.સૂર્યવંશી નાચબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા સર્કલ પો.ઇ.શ્રી એસ.બી.વસાવા નાઓના માર્ગદર્શન મુજબ જસદણ પો.સ્ટે.-૨૪-૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૯૭ મુજબના ગુનાના કામે ૧૪ માં એડી.સેશ ૪૪ રાજકોટ સેશન્સ કેસ નં.૧૦૨ /૨૦૧૬ થી આજીવન સજા હેઠળના કેદી નં.૪૭૬૩૩ આરોપી પ્રકાશભાઇ ઉર્ફે પકો ચંદુભાઇ નાયક રહે. ખાપરીયા તા.નસવાડી જી.છોટાઉદેપુરનાઓની તા.૨૦/૦૬/૨૦૨૨ થી દિન -૧૫ ની પેરોલ મંજુર થયેલ હોય પેરોલ રજા ઉપરથી મુક્ત કરવામાં આવેલ પાકા કામના કેદીએ રજા પૂર્ણ થયેથી તા.૦૬/૦૭ ૨૦૨૨ આ રોજ રા ઉપરથી પરત હાજર થવાનું હોવા છતાં હાજર થયેલ નથી અને પેરોલ જમ્પ કરેલ હોય જે પેરોલ જમ્પ પાકા કામની કેદીની તપાસ કરી પરત જે લ હવાલે કરવા અંગે રાજકોટ મધ્યસ્થ જેલ કરોરીના જા.નં.જ્યુડી/૨૫૧૯/૨૦૨૨/૬૯૯૩ તા.૧૨/૦૭/૨૦૨૨ થી પત્ર પાઠાવવામાં આવેલ હોય જે આધારે ગંભીરતા રાખી ખૂનના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ આરોપીને શોધી કાઢવા જુદી-જુદી ટીમો બનાવી આરોપીના સગા-સબંધીઓ તથા આશ્રયસ્થાનો અંગેની માહિતી મેળવવામાં આવેલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ મેળવી લાંબા સમયથી આરોપીની વોચ તપાસ રાખવામાં આવેલ તેના પરિણામ સ્વરૂપે આજરોજ આરોપીની આધારભુત માહિતી મળેલ તે આધારે તપાસ કરતાં આરોપી પ્રકાશભાઇ ઉર્ફે પકો ચંદુભાઇ નાયક ઉ.વ.૪૦ ધંધો.મજુરી રહે.ખાપરીયા તા.નસવાડી જી.છોટાઉદેપુરનાઓ મળી આવેલ હોય આરોપીને હસ્તાગત કરવામાં આવેલ છે અને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવાની તજવીજ કરવામાં આવેલ છે
પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આરોપીનું નામ :- પ્રકાશભાઇ ઉર્ફે પકો ચંન્દુભાઇ નાયક ઉ.વ.૪૦ ધંધો.મજુરી રહે.ખાપરીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર
કામગીરી કરનાર :-
(૧) પોલીસ સબ ઇન્સ. શ્રી એમ.એસ.સુતરીયા
(૨) એ.એસ.આઇ અમૃતભાઈ રાયમલભાઈ
(૩) હે.કો.રતનભાઇ લલ્લુભાઇ (૪) પો.કો.પિન્ટુભાઇ વેચાતભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here