નર્મદા જિલ્લામાં તા.૨૭ મી ના રોજ વધુ ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ આંક 4204 ઉપર પહોંચ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૦ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૦ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૮, હોમ આઇસોલેશનમા ૧૪૮ દરદીઓ, CHC ખાતે ૦૪ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૬ દરદીઓ સહિત કુલ-૨૧૧ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૭૨,૨૮૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૨૩૮ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૭ મી મે, ૨૦૨૧ ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે કોરોના પોઝિટિવ દર્દી ઓ ની સંખ્યા નો આંક વધી ને 4204 ઉપર પહોંચ્યો છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૦ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૧૦ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૪૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૮, CHC ખાતે ૦૪ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૬ દરદીઓ સહિત કુલ-૨૧૧ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૭૫૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૫૩ સહિત કુલ-૧૪૦૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૭૮, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૦ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૭ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૭ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૨,૨૮૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૩૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૯૪૧૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૪૦૬૭ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here