નર્મદા જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી જીલ્લામા હવેમાત્ર 8 જ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ કુલ પોઝિટિવ કેસની સંખ્યાનો આંક 4283

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 4 દરદીઓને આજે રજા અપાઇ

આજની સ્થિતિએ હોમ આઇસોલેશનમા 4 દરદીઓ, CHC ખાતે 1 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 1 કોવિડ કેર હોસ્પિટલમાં 2 દરદીઓ સહિત કુલ- 8 દરદીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૧ મી જૂન, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજેએક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી . જે જીલ્લા મા કોરોના ની સ્થિતિ સુધરતી હોવાનો ચિતાર દરશાવી રહેલ છે. જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા આજદીન સુધી 4283 સુધી પહોંચી છે .

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 4 દરદીઓને આજે રજા અપાઇ છે આમ, આજની સ્થિતિએ હવે હોમ આઇસોલેશનમા 4 દરદીઓ ઉપરાંત CHC ખાતે 1 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 1 દરદી અને કોવિડ કેર હોસ્પિટલમાં 2 સહિત કુલ- 8 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 626 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 484 સહિત કુલ-1110 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજ સુધી જીલ્લા મા 153 દરદી ઓના મૃત્યુ થયેલ છે. જેમાં શંકાસ્પદ-103 , કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-32 અને કન્ફર્મ કોવિડ ડેથ-18 નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here