રાજપીપલા સંતોષ ચોકડી પાસે જાહેરમાં મારાં મારી કરતા બે યુવાનો સામે પોલીસે ફરિયાદ નોંધી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એક યુવાન ની અટકાયત જ્યારે એક ફરાર

રાજપીપલા સંતોષ પાસે જાહેરમાં મારામારી કરી શાંતિ નો ભંગ કરતા રાજપીપળા ના બે યુવાનો સામે રાજપીપળા પોલીસે જાતેજ ફરિયાદી બની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનામાં રાજપીપલા પોલીસે એક આરોપી ની ધરપકડ કરી છે. જયારે એક આરોપી ફરારથઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર બનાવ ની વાત કરીએ તો આરોપી (૧) યોગેશભાઇ ભરતભાઇ વસાવા , રહે. રાજપીપળા તથા ( 2) સંજયભાઇ જોગી રહે. રાજપીપલા સંતોષ ચોકડી નજીક જાહેર જગ્યાએ અન્ય લોકોની શાંતિમાં ખલેલ પહોચે તે રીતે જાહેરમાં એકબીજાના સાથે મારામારી કરી બખેડો કરતા હતા તયારે પોલીસે પહોંચી એક ઇસમ પકડેલ અને બીજો ઇસમ નાસી જતા બન્ને યુવાનો સામે રાજપીપળા પોલીસ મથકમાં કાયદેસર ની ફરિયાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ. આર. દેસાઈ એ જાતે જ ફરિયાદી બની ને ફરિયાદ નોધાવી છે, અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here