જિલ્લાભરમાં બેહિસાબ લીલા વૃક્ષોનું થતું નિકંદન… જવાબદાર તંત્રનું ભેદી મૌન

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પાલનપુર તાલુકામાં અને વડગામ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન થતું હોવાના અહેવાલો બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં…

જિલ્લા ફોરેસ્ટ અધિકારી ઓ ક્યારે જાગશે બનાસકાંઠા ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં પાલનપુર વડગામ અને છાપી રોડ જતા માર્ગ પર રોજ બેફામ રોજ સવારે દસ કલાક પહેલા લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ફોરેસ્ટ વિભાગ જાગે અને આ જાહેર માર્ગ પર કોઇપણ પરવાનગી કે પરમિશન વિના લિલા વૃક્ષોને પાંચથી દસ હજારમાં બારોબાર વેચતા એજન્ટો પર કડક કાર્યવાહી કરે પાલનપુર વડગામ છાપી જતાં માર્ગો પર લીલા વૃક્ષોનું નિકંદન કરીને બારોબાર એજન્ટો બેન્સાના માલીકને વેંચી રહ્યા છે લાકડા વેચતા એજન્ટો પર કડક કાર્યવાહી ફોરેસ્ટ વિભાગ ક્યારે કરશે તે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો
રાજ્ય સરકાર ફોરેસ્ટ વિભાગને લાખો રૃપિયાની ગ્રાન્ટો આપે છે લીલાં વૃક્ષો વાવવા અને લોકોને વૃક્ષો વાવવા માટે જાગૃત થાય તે અર્થે પરંતુ લીલાં વૃક્ષો કઇ રિતે જિલ્લામાં વધે તેની કોઇ ચિંતા ફોરેસ્ટ વિભાગ ને નથી
લીલા વૃક્ષો આમજનતા પણ વાવે એવા અનેકો ઉપાય અનેકો યોજનાઓ રાજ્ય સરકાર ચલાવી રહી છે લીલાં વૃક્ષો વાવવા આમ જનતા પ્રેરિત થાય તેવા અનેકો ઉપર રાજ્ય સરકાર કરી રહી છે પરંતુ ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં છે
આમજનતા લીલા વૃક્ષો ઉગાડવા પ્રેરિત થાય તેવા કોઇ ગામોમાં ડેમોસ્ટ્રેશન પણ ફોરેસ્ટ વિભાગ કરતું નથી ફોરેસ્ટ વિભાગ જો ગામોમા લીલા વૃક્ષોને વાવવા અર્થે ડેમો પણ કરે તો ગામોની ભોળી જનતા જાગૃત થઇ જાય અને લીલા લાકડા કાપીને વેચતા એજન્ટો ને ભાન આવિજાય ફોરેસ્ટ વિભાગના નાકની નીચે થી લાખો લીલા વૃક્ષોનું જિલ્લાભરમાં નિકંદન ખુલ્લેઆમ થઈ રહ્યુ છે પાંચથી દસ હજારની લાલચમાં એજન્ટો એકસાથે દસ ઝાડ રોજ સવારે ૧૦ વાગ્યા પહેલાં કોઈ રોક કે ડર વિના કાપિનેને ચુપ ચાપ વેચી પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યાં છે બનાસકાંઠા ફોરેસ્ટ વિભાગના આંખ આડા કાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here