નર્મદા જિલ્લાના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસેના હાઇવે ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક LCB પોલિસે ઝડપી પાડી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇ-વે રોડ ઉપર ટ્રકમાંથી ઇગ્લીશ દારૂના રૂપિયા ૪૬ લાખ ના જથ્થા સાથે કુલ્લે રૂ.૬૪,૦૭,૬૭૦/-ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરની અટકાયત

મહારાષ્ટ્ર તરફ થી અમદાવાદ તરફ સગેવગે થતો વિદેશી દારૂના જથ્થા નો મુખ્ય સૂત્રધાર કોણ?? તપાસ નો વિષય

નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર ની બોર્ડર ને અડીને આવેલ હોય મોટા પ્રમાણ મા વિદેશી દારૂની હેરાફેરી મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ થતી હોય ને ગુજરાત પોલીસ મુસ્તેદ બની બાજ નજર રાખતી હોય છે ત્યારે સંદિપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા માટે ના કડક નિર્દેશો અને સુચના નર્મદા જિલ્લા પોલીસ ને આપેલ હોય ને નર્મદા એલ સી બી પોલીસે ડેડિયાપાડા તાલુકાના રાલ્દા ગામ ના હાઇવે ઉપર ના બસ સ્ટેન્ડ પાસે થી વિદેશી દારૂ ભરેલ ઍક ટ્રક ઝડપી રૂપિયા ૬૪ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનુ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

પોતાના ઉપલા અધિકારીઓની જીલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરવાની સુચના અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો પ્રોહિબિસન અંગેની વોચ તપાસમા હતા જે દરમિયાન હે.કો. વિજયભાઇ ગુલાબસિંગ તથા હે.કો. યોગેશભાઇ બળવંતભાઇ નાઓને સંયુક્ત રાહે બાતમી મળેલ કે એક ટાટા ટ્રક જેનો રજી. MP-08-0491 નો ઇગ્લીશ દારૂ ભરી અક્કલકુવા (મહારાષ્ટ્ર) તરફથી સાગબારા દેડીયાપાડા થઇને અંકલેશ્વરથી સુરત બરોડા હાઇવે થઇ અમદાવાદ તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળતા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ યુ.પી. પારેખ, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને બાતમીથી વાકેફ કરી ડેડીયાપાડા-સાગબારા હાઇવે ઉપર બાતમીવાળો ટ્રક આંતરી પાડવાની સુચના આપી હતી.

નર્મદા એલ.સી.બી. સ્ટાફે ડેડીયાપાડા સાગબારા હાઇ-વે ઉપર બાતમીવાળા ટાટા ટ્રકને રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા તેને રોકી ટાટા ટ્રકની ઝડતી અને તેની તપાસ કરતાં ઇગ્લીશ દારૂના બોક્ષ નંગ-૯૫૩ તથા છુટ્ટા પ્લાસ્ટિકના ક્વાટર નંગ- ૩૦૩ મળી કુલ ક્વાટર નંગ-૪૬,૦૪૭/- જે કિ.રૂ.૪૬,૦૪,૭૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદર ટ્રક ચાલક અજય બંસીલાલ ડાવર રહે.ભડક્યા તા.જી. ધાર (મધ્યપ્રદેશ) ના ઓની પ્રોહીબીશનના ગુના હેઠળ અટકાયત કરી હતી . ગુનાના કામે ટાટા ટ્રક તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે કિ.રૂ.૬૪,૦૭,૬૭૦/-ના મુદ્દામાલ સાથે ટાટા ટ્રકના ડ્રાઇવરને ઝડપી પાડી પ્રોહીબીશનનો મોટા જથ્થાનો ગણનાપાત્ર કેસ નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધી કાઢી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજી. કર્યો છે.

પોલિસે વિદેશી દારૂના જથ્થા ને ઝડપી મહારાષ્ટ્ર માથી ગુજરાત મા દારૂ ઘુસાડવાના મામલે કોણ કોણ સંડોવાયેલું છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here